તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુનિવર્સિટીના એમબીબીએસના વિદ્યાર્થી હવે કોઈ પણ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી શકશે. આ માટે ફી પણ ભરવી પડશે નહીં. જોકે, ઇન્ટર્નશિપ કરતા પહેલા વિદ્યાર્થીએ યુનિવર્સિટી કે મેડિકલ કોલેજને જાણ કરવાની રહેશે. યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીએ જણાવ્યુ હતું કે,‘વિદ્યાર્થીઓએ જે મેડિકલ કોલેજથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે તે જ કોલેજથી ઇન્ટર્નશિપ કરવાની રહે છે.
વિદ્યાર્થીએ દેશની કોઈ પણ મેડિકલ કોલેજની હોસ્પિટલથી ઇન્ટર્નશિપ કરવી હોય તો તેણે રૂા. 1.5 લાખ સુધીની ઊંચી ફી ભરીને કરવી પડતી હોય છે. આમ, કોરોનાની મહામારીમાં ઇન્ટર્નશિપ મામલે એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશનને ફરિયાદો મળી હતી. જે પછી એનએમસીએ નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ એમબીબીએસનો વિદ્યાર્થી હવે એનએમસીની રજિસ્ટર્ડ દેશની કોઈ પણ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી શકશે અને ઇન્ટર્નશિપ માટે અન્ય કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થીઓ પાસે ફી લેવાની રહેશે નહીં.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.