વિદ્યાર્થીઓ માટે રાહત:વિદેશોમાં 30 જૂન પહેલાં MBBS થનારા વિદ્યાર્થી ફોરેન ગ્રેજ્યુએટ ટેસ્ટ આપી શકશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુદ્ધ અને કોરોનાના કારણે વિદેશથી પરત આવેલા મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાહત
  • પરીક્ષા પાસ કર્યા બાદ ફરજિયાત 2 વર્ષ માટે રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશીપ કરવાની રહેશે

વૈશ્વિક મહામારી કોરોના અને ત્યારબાદ રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ શિક્ષણ પર અસર પડી છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા આવા વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો નિર્ણય લીધો છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ભારતમાં રજીસ્ટ્રેશન માટે એક વર્ષ વિદેશમાં અને એક વર્ષ ભારતમાં ઇન્ટરશીપ કરવી ફરજીયાત છે.

જોકે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ચીન સહિતના દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. તો વળી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે આ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યસને અસર પડી છે.

ત્યારે નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓ કોરોના કે યુદ્ધના કારણે ભારત દેશ પરત આવ્યા હોય અને એમબીબીએસ-ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ 30 જૂન-2022 પહેલા પૂરો કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા આપવા લાયક ગણાશે. તેમને આ પરીક્ષા પાસ કર્યા બાદ ફરજિયાતપણે બે વર્ષ માટે રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશીપ કરવાની રહેશે, ત્યાર બાદ જ તેઓ ભારતમાં રજીસ્ટ્રેશન માટે પાત્ર ગણાશે.

1 વર્ષ વિદેશમાં, 1 વર્ષ ભારતમાં ઇન્ટર્નશીપ જરૂરી
વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ભારતમાં રજીસ્ટ્રેશન માટે 1 વર્ષ વિદેશમાં અને 1 વર્ષ ભારતમાં ઇન્ટરશીપ કરવી ફરજિયાત છે. જોકે, કોરોનાના કારણે ચીન સહિતના દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા.

તો વળી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે આ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે. ત્યારે નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓ કોરોના કે યુદ્ધના કારણે ભારત દેશ પરત આવ્યા હોય અને એમબીબીએસ-ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ 30 જૂન-2022 પહેલા પૂરો કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...