તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાસકો V/S અધિકારીઓ વચ્ચે શિતયુદ્ધ:3 મહિનાથી લોકોની ફરિયાદોનો નિકાલ ન કરનારા પાલિકાના 10 અધિકારીઓને મેયરનું તેડું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસથી ફરિયાદનો નિકાલ થયો ન હતો શાસકો અધિકારીઓ પાસે ખુલાસો માંગશે

સુરત પાલિકાની સેવાના મોનિટરિંગ માટે મેયર ડેસ બોર્ડ કાર્યરત થતા પ્રથમ દિવસે છેલ્લા 3 માસથી કરાયેલી ફરિયાદનો ઉકેલ આવ્યાે ન હોય તેવી દરેક ઝોન વિસ્તારની ફરિયાદોનું લિસ્ટ સાથે સંબંધિત અધિકારીની યાદી તૈયાર કરાઈ છે.

સુરત પાલિકામાં અધિકારીઓની ફરજમાં લાપરવાહી કહો કે આળસ કહો. મહિનાઓથી લોકોની સામાન્ય ફરિયાદોનો પણ ઉકેલ આવતો ન હતો. જે અંગે શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો જે તે વિસ્તારના કોર્પોરેટરો અને મેયરને પણ વખતો વખત કરવામાં આવતી હતી. જેથી પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે મેયર ડેસ બોર્ડનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે બુધવારે મેયર ડેસ બોર્ડથી દરેક ઝોનમાં છેલ્લા 3 માસમાં કેટલી ફરિયાદો આવી અને કેટલી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. જેના આધારે દરેક ઝોનમાં એક એક કરીને આવા 10 અધિકારીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આગામી દિવસમાં આ અધિકારીઓને બોલાવી ક્યાં કારણોસર શહેરીજનોની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું નથી તે સંદર્ભે ખુલાસો પુછવામાં આવશે.

મેયર ડેસ બોર્ડ પર લોકો દ્વારા ઓનલાઇન કરવામાં આવતી ફરિયાદનું મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસકપક્ષના નેતા સ્ટેટસ જાણી શકે છે. નોંધનીય છે કે, શહેરીજનો ટોલ ફ્રી નંબર 1800 123 8000, વ્હોટસએપ નંબર 7623838000 અને પાલિકાની વેબસાઈટ પર ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...