નાદુરસ્ત તબિયત:મેયર ડો. પટેલની તબિયત લથડી, મહાવીરમાં દાખલ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેયર ડો.જગદીશ પટેલ - Divya Bhaskar
મેયર ડો.જગદીશ પટેલ

કોરોના પોઝિટિવ આવેલા શહેરના મેયર ડો.જગદીશ પટેલને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેયરને પોતાનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું લાગતા મહાવીરમાં દાખલ થયા હતા.હાલ મેયર જગદીશ પટેલની તબિયત સ્વસ્થ છે.તકેદારીના ભાગ રૂપે દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.થોડા દિવસ પહેલા જ સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલને શરદી અને ખાંસી થતા તેઓએ ટેસ્ટ કરાવતા તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ એમને ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેટ થવાનું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...