સુરત / પાલિકા ટીમને રાંદેર-ગોરાટના રહીશો કહે છે ‘મૌલાનાએ માહિતી આપવા ના કહ્યું છે’

ડરાવતા આંકડા, ફેલાતી બેજવાબદારી.
ડરાવતા આંકડા, ફેલાતી બેજવાબદારી.
X
ડરાવતા આંકડા, ફેલાતી બેજવાબદારી.ડરાવતા આંકડા, ફેલાતી બેજવાબદારી.

  • 22માંથી 7 કેસ રાંદેર-ગોરાટના છતાં સ્થાનિક રહીશોનો સરવેનો વિરોધ
  • પાલિકાએ અપીલ કરી કહ્યું કે રહીશો સરવેમાં પાલિકાને મદદ કરે નહીંતર આ વિસ્તારમાં સ્થિતિ હજુ બગડશે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 07:59 AM IST

ડોર ટુ ડોર હોમ સરવેલન્સ. શહેરમાં 22 પોઝિટિવ કેસમાંથી 7 કેસ રાંદેર ગામથી લઇ ગોરાટ રોડના હોવા છતાં આ વિસ્તારના રહીશોમાં કોઇ ગંભીરતા જોવા મળી રહી નથી. બુધવારે સવારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ડોર ટુ ડોર હોમ સરવેલન્સ માટે ગઇ હતી. જો કે રહીશોએ સરવેનો વિરોધ કરતાં પાલિકાની ટીમ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી.
આ વિસ્તારમાં જે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામ લઘુમતી સમાજના છે. એટલું જ નહીં આ વિસ્તારમાં એક જ સમાજની જ સૌથી વધુ વસ્તી છે ત્યારે સરવેમાં સહકાર આપવાના બદલે રહીશો પાલિકાની ટીમને ભગાડી રહી હોવાની ફરિયાદ ઉઠે છે. પાલિકાની ડોર ટુ ડોર હોમ સરવેલન્સની ટીમ સરવેમાં જાય ત્યારે કેટલાક રહીશો એમ કહે છે કે અમારા વડીલો તેમજ અમારા મૌલાનાએ વિગત આપવાની ના પાડી છે. જ્યારે કેટલાક તો વારંવાર કેમ સરવે કરવા આવો છો એમ કહી પાલિકાની ટીમ સાથે અભદ્ર વર્તન કરે છે. 
બુધવારે આ વિસ્તારમાં વિવિધ એપાર્ટમેન્ટના પ્રમુખો તથા આગેવાનોને બોલાવીને રહીશોને સમજાવતા આખરે 31 હજાર લોકોનો સરવે થતાં 38 જણાને શરદી-ખાંસીના કેસ જોવા મળ્યા હતા. મંગળવારે ગોરાટ રોડ પર આવેલી મેરુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 67 વર્ષિય ઝુબેદા અબ્દુલ સત્તાર પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી બુધવારે પાલિકાની ટીમ અહીં આવેલા ફૈઝ એપાર્ટમેન્ટમાં શરદી, ખાંસી, તાવનો હોમ ટુ હોમ સરવે શરૂ કર્યો હતો. પરંતુ ફૈઝ એપાર્ટમેન્ટ ના રહીશોએ સરવેનો વિરોધ કરી પરિવારના કોઇ સભ્યની સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી ન હતી. પાલિકા દ્વારા રહીશોને સમજાવવા છતાં તેમની એક માનવામાં આવી ન હતી. 
પાલિકાએ અપીલ કરી છે કે, રહીશો સરવેમાં પાલિકાને મદદ કરે નહીંતર, આ વિસ્તારમાં સ્થિતિ હજુ બગડી શકે છે. સમય હાથમાંથી નીકળી ગયાં પછી સ્થિતી પર કાબુ મેળવવા માટે ખુબ જ પ્રયાસો કરવા પડશે. પાલિકાના ડોર ટુ ડોર હોમ સરવેલન્સને લઇ લઘુમતી સમાજમાં કોઇ ગેર માન્યતા કે અફવા ઉડી છે. જેને લઇ તેઓ વિરોધ કરી રહ્યા છે. આ મામલે સમાજના ધર્મગુરુ કે અગ્રણીઓ મધ્યસ્થી કરી સમાજને ખોટી માન્યતામાંથી દૂર કરે એ જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી