શિક્ષણ:કામરેજની ખોલવડ કોલેજમાં B.scની પરીક્ષામાં સામૂહિક ચોરી પકડાઈ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટ્રસ્ટીના સંબંધીની દીકરીને ચોરી કરાવાતી હોવાની ફરિયાદ મળી હતી
  • યુનિવર્સિટીની તપાસ કમિટીએ કેમેરા ચેક કરતાં આખો ક્લાસ પકડાયો

કામરેજમાં ખોલવડની સાયન્સ કોલેજે ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની ફરિયાદ મળતાં યુનિવર્સિટીની તપાસ કમિટીએ કોલેજના કેમેરા ચેક કરતાં આખો ક્લાસ ચોરી કરતા પકડાયો હતો. કામરેજ ABVPએ કુલપતિ ડો. ચાવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, ખોલવડ સાયન્સ કોલેજમાં બીએસસીની છઠ્ઠા સેમ.ની એટીકેટીની પરીક્ષામાં ખંડ નં. 20ની એક વિદ્યાર્થિની પરીક્ષા ખંડ નં.28માં ગઇ હતી.

જ્યાં તેને જવાબ લખાવાયા હતા. આ વિદ્યાર્થિની કોલેજના ટ્રસ્ટીના સગામાં હોવાની પણ ફરિયાદ હતી. જેથી કુલપતિએ તપાસ કમિટી બનાવી કોલેજના તપાસ્યા તો આવું કંઈ મલ્યું ન હતું પરંતુ, તમામ ક્લાસના કેમેરા ચેક કરતાં એક આખો ક્લાસ ચોરી કરતા પકડાયો હતો.

અમારી કોલેજમાં આવું કંઈ બન્યુ નથી : આચાર્ય
ખોલવડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, પરીક્ષા સમયે એવું કંઈ જ બન્યું નથી, એબીવીપીની ફરિયાદના આધાર પર યુનિવર્સિટી તપાસ કરી રહી છે. આવી કોઈ ઘટના અંગે અમને યુનિવર્સિટી તરફથી કોઇ પણ પ્રકારનો રિપોર્ટ મળ્યો નથી.

રિપોર્ટ સિન્ડિકેટમાં મૂકીને કાર્યવાહી કરાશે:VC
માસ કોપી કેસની આ ઘટના અંગે કુલપતિ ડો. કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, એબીવીપીની ફરિયાદ બાદ યુનિવર્સિટીએ તપાસ કમિટી બનાવી છે. જેનો રિપોર્ટ આગામી સિન્ડિકેટની બેઠકમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ખોલવડ સાયન્સ કોલેજ સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...