તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Mass Prayer For Std. 6 8 Children, Action Will Be Taken Against The Principal If The Game Is Played, Order Of DEO In The Online Meeting

નિર્ણય:ધો.6-8ના બાળકોને સમૂહ પ્રાર્થના, રમત રમાડાય તો આચાર્ય સામે પગલાં લેવાશે, ઓનલાઇન બેઠકમાં DEOનો આદેશ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવાની મંજૂરી મળતાં ડીઇઓએ ઓનલાઇન બેઠક કરી સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને સમૂહ પ્રાર્થના, રમત-ગમત જેવી પ્રવૃત્તિ કરાવશો તો આચાર્ય સામે કાર્યવાહી કરાશે.

સ્કૂલ-વાલીઓએ આ નિયમ પાળવા પડશે

 • વાલીએ સંમતિપત્રક આપ્યું હોય તો જ વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશન આપવું.
 • વિદ્યાર્થી, ટીચિંગ કે નોન-ટીચિંગ સ્ટાફ બિમાર હોય તો સ્કૂલમાં પ્રવેશ આપવો નહીં.
 • ક્લાસની કેપેસિટીને ધ્યાને રાખી 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવા.
 • ક્લાસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
 • ક્લાસમાં વિદ્યાર્થી તથા સ્ટાફ માટે માસ્ક ફરજિયાત રહેશે.
 • ક્લાસ પૂર્ણ થયા બાદ આખો ક્લાસ સેનિટાઇઝ કરવાનો રહેશે.
 • સ્કૂલ કેમ્પસમાં ઠેર ઠેર હેન્ડ વોશ કે સેનિટાઇઝર મૂકવાના રહેશે.
 • સ્કૂલમાં આવવા-જવાના કે પછી રિસેસમાં વિદ્યાર્થીઓ એકત્ર નહીં થાય તે માટે સંસ્થાએ તકેદારી રાખવાની રહેશે.
 • વિદ્યાર્થીઓ એકત્ર થાય એવા કોઇ પણ કાર્યક્રમ કરી શકાશે નહીં.
 • વાલીઓએ વિદ્યાર્થીઓએ સ્કૂલમાં તકેદારી રાખવાની પૂરતી સમજ આપી સ્કૂલે મોકલવાનો રહેશે.
 • ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશો તો આચાર્યો સામે કડક કાર્યવાહી કરાશે.
 • વાલીઓએ વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવી સેનિટાઇઝર આપી સ્કૂલે મોકલવાના રહેશે.
 • વાલીઓએ વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને નાસ્તો લઇને સ્કૂલે મોકલવા.
 • ઘર કન્ટેન્મેન્ટ ઝોનમાં કે પછી કોઇ સભ્યને કોરોના થયો હોય તો વાલીએ વિદ્યાર્થીને સ્કૂલે મોકલવો નહીં.

70% વાલીઓએ સંમતિ આપી: સંચાલકો
કોઇ સ્કૂલની ફરિયાદ મળશે તો કાર્યવાહી કડક કાર્યવાહી કરાશે. વાલીઓને સૂચના આપી છે કે ઓફલાઇન એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલો તો બાળકોને સ્કૂલમાં કઇ કઇ તકેદારી રાખવી તેની પૂરતી સમજ આપવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર અને જિલ્લામાં ધોરણ-6થી 8માં 3,14,698 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલ સંચાલકો કહે છે કે 70% વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમતિ દર્શાવી છે.

વોચ રાખવા અધિકારીઓની ટીમ બનાવાઈ
ડીઇઓ એચ. એચ. રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ઇઆઇ અને એઇઆઇની ટીમ બનાવી છે. જે સ્કૂલોમાં જઇને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. કોઇ સ્કૂલ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન નહીં કરશે તો આચાર્ય સામે કડક કાર્યવાહી કરાશે. 2 સપ્ટેમ્બરથી કોઇ પણ સ્કૂલ ધો. 6થી 12 સિવાયના વિદ્યાર્થીઓને બોલાવી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...