તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે સતત આદેશ આપવામાં આવી રહ્યા છે. માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવવા માં આવે છે. જેમાં ઘણીવાર ઘર્ષણના બનાવો પણ બને છે. સુરત NGO અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ માસ્ક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. સુરત બસ સ્ટેન્ડ ખાતે લોકોની અવરજવર ખુબ મોટા પ્રમાણમાં હોવાથી લોકોને માસ્ક સરળતાથી મળી રહે તે હેતુથી માસ્ક વેન્ડિંગ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક રૂપિયો રૂપિયા નાંખીને માસ્ક મેળવી શકશે
હાલમાં કોરોનાની મહામારી ને લઈને માસ્ક પહેરવું ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ઘણીવાર લોકો ઉતાવળમાં માસ્ક ભૂલી જતાં હોય છે અને તેઓએ દંડ ભરવો પડતો હોય છે.આવું ના થાય અને લોકોને જરૂરિયાત સમયે માસ્ક મળી રહે તે માટે સુરતના સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું છે.આ અંગે રૂપલ બેન કહે છે કે આ મશીન એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં 5 હજાર જેટલા માસ્ક મૂકી શકાય છે. કોઈપણ વ્યક્તિ કે જે માસ્ક ભૂલી ગયો હોય તે આ મશીનમાં એક રૂપિયો રૂપિયા નાંખીને માસ્ક મેળવી શકશે.
માસ્ક વેન્ડિંગ મશીનો લગાડવા ખૂબ જરૂરી
જે વિસ્તારમાં જેમકે સુરત રેલ્વે સ્ટેશન ડાયમંડ માર્કેટ ઓફ ટેક્સટાઇલ માર્કેટ કે જ્યાં લોકોની અવરજવર ખુબ મોટા પ્રમાણમાં હોય છે તે વિસ્તારમાં આ પ્રકારના માસ્ક વેન્ડિંગ મશીનો લગાડવા ખૂબ જરૂરી છે પ્રાયોગિક ધોરણે અત્યારે એક મશીન સુરત બસ સ્ટેન્ડ ખાતે મુકવામાં આવ્યો છે જેથી લોકો સરળતાથી માસ્ક મેળવી શકે આ રીતે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવે તો લોકો માટે ખૂબ મદદરૂપ પુરવાર થઈ શકે છે.
એક રૂપિયામાં સરળતાથી ખરીદી શકાશે
સામાજિક કાર્યકર્તા એકતા તુલસીએ જણાવ્યું કે શહેરની વિકટ સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી ને શહેરને મદદરૂપ થઈ શકે છે અમે ઘણા સમયથી આ પ્રકારના મશીન તૈયાર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. આખરે લોકોને અત્યારની પરિસ્થિતિ માટે માસ્ક ખૂબ જ જરૂરી છે તેને લોકોને સરળતાથી અને ઓછી કિંમતમાં મળી રહે તેઓ અમારો ધ્યેય હતો આ માસ્ક વેલ્ડીંગ મશીન દ્વારા માત્ર એક રૂપિયામાં કોઈપણ વ્યક્તિ તેને સરળતાથી ખરીદી શકશે. ત્રણ લેયરવાળું આ માસ્ક છે જે ખુબ જ ઉપયોગી પુરવાર થશે.
Sponsored By
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.