હત્યાનું રહસ્ય:પત્ની સાથે આડા સંબંધ રાખનારા માસીયાઇભાઇની પતિએ હત્યા કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંડેસરામાં હત્યા કર્યા બાદ યુવકે સરેન્ડર કર્યુ

પાંડેસરામાં પોતાની પત્ની સાથે આડાસંબંધ રાખનાર સગા માસીયાઇ ભાઇની પતિએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પાંડેસરા ભક્તિ નગરમાં રહેતા સતીશ નિશાદની પત્ની મુન્નીદેવી સાથે અમરજીત નિશાદનો 2 વર્ષથી પ્રેમસંબંધ હતો. વળી સતીશ અને અમરજીત બંને માસીયાઇ ભાઈઓ છે. આડાસંબંધમાં મુન્ની દેવીને મોબાઇલ આપવા મામલે અમરજીત અને સતીશનો એક વર્ષ પૂર્વે ઝઘડો થયો હતો. સોમવારે સાંજે મુન્નીદેવી અને અમરજીત બંને કૈલાશ ચોકડી પાસે ભેગા થયા હતા પછી સતીષ નિશાદને પણ ત્યાં બોલાવ્યો હતો.

જ્યાં મુન્નીદેવીએ સાથે રહેવાની ના પાડતા પતિએ પોલીસ સ્ટેશને જઈ લખાણ કરી છુટા પડવાની વાત કરી હતી. જેમાં પત્ની અને અમરજીતનો સતીશ જોડે ઝઘડો થયો હતો. જેમાં સતીશે નજીકની લારી પરથી ચપ્પુ લાવીને અમરજીતના પેટમાં ઘા ઝીંકી દીધા હતા. અમરજીતની હત્યા કર્યા બાદ સતીશ જાતે જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. બીજી મુન્નીદેવી અમરજીતને સિવિલ લઈ ગઈ હતી. જ્યાં મંગળવારે અમરજીતનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમરજીતના મોત બાદ મુન્નીદેવી ગાયબ થઈ છે તેનું ઘર પણ બંધ છે.

અન્ય સમાચારો પણ છે...