ક્રાઇમ:14 વર્ષીય કિશોરી પર રેપ કરનારા માસાને 14 વર્ષની કેદ, DNAમાં પિતા સાબિત થયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બળાત્કારી શૈલેષ - Divya Bhaskar
બળાત્કારી શૈલેષ
  • લોકડાઉનમાં ઘટના બહાર આવી હતી, પીડિતાને 10 લાખના વળતરનો પણ હુકમ

સપ્ટેમ્બર-2020માં સલાબતપુરા ખાતે રહેતી માતા-પિતા વિહોણી ભાણેજ પર બળાત્કાર ગુજારી તેને કુંવારી માતા બનાવનારા આરોપી માસાને સત્ર ન્યાયાધીશ પી.એસ. કાલાની કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને પીડિતા તેમજ પુત્રને સંયુક્ત રીતે રૂપિયા દસ લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે, આરોપી ભોગ બનનારના માસા થતાં હોવાના પવિત્ર સંબંધનો ગેરલાભ લઇ વારંવાર બળાત્કાર કરતાં તે માતા બની હતી. ભોગ બનનારનું બાકીનું જીવન ખૂબ જ યાતનામય બની ગયો છે.

સલાબતપુરા પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ માતા-પિતાના અવસાન બાદ 14 વર્ષની સગીરા પોતાના મોટાભાઈ સાથે રહેતી હતી. પાડોશમાં આરોપી માસા શૈલેષ રાઠોડ પણ રહેતો હતો. આરોપીની પહેલી પત્નીનું મોત થતાં તેણે બીજા લગ્ન કર્યા હતા. બાદમાં બીજા લગ્ન પણ તુટી ગયા હતા. મોટો ભાઈ કામ પર જતો હતો ત્યારે આરોપી શૈલેષ ઘરે આવતો હતો. તે સગીરાને રૂપિયા આપી કપડાની ખરીદી માટે પણ લઇ જતો હતો. એક દિવસ આરોપી શૈલષ સગીરાને કિસ કરતો હતો ત્યારે મોટો ભાઈ જોઇ જતા બંનેને ઠપકો આપ્યો હતો.

આ દરમિયાન માર્ચ-2020માં લોકડાઉન લાગુ પડતાં મોટાભાઈએ પીડિતાને બહેનને ત્યાં રહેવા મોકલી હતી. જ્યાં બહેનના ધ્યાને આવ્યું હતુ કે પીડિતાનું પેટ બહાર નિકળી રહ્યું છે. આથી તેને અજુગતું લાગતા હોસ્પિટલમાં ચકાસણી કરાવતા નાની-બહેનને સાત મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પીડિતાને આ અંગે પૃચ્છા કરતાં માસાનું નામ સામે આવ્યું હતું. ઘટનાની જાણ ભાઈને થતાં તેણે આરોપી સામે ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી ન હતી
એપીપી કિશોર રેવલીયાએ કહ્યું હતું કે, સાત મહિનાનો ગર્ભ હોય બાળકીને કોર્ટે ગર્ભપાત માટેની મંજૂર આપી ન હતી. જેથી બાળકીનો જન્મ થયો હતો. પીડિતા જન્મજાત બાળકી સાથે જુબાની આપવા કોર્ટમાં આવતી હતી. ડીએનએ રિપોર્ટમા પણ આરોપી જ બાળકીનો પિતા હોવાની પુષ્ટિ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...