તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારૂ સુરત:પ્લેગ હોય કે કોરોના છાંયડો 27 વર્ષથી નિરાધારોની પડખે, રોજના 1.75 લાખ ભુખ્યા માટે ભોજન બનાવે છે

સુરત9 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
છાંયડો સંસ્થાએ પ્લેબથી લઈને કુદરતી આપતીઓ વખતે ભુખ્યાની આંતરડી ઠારવાનું કામ કર્યું છે (ઈન્સેટમાં ભરતભાઈ શાહ)
 • પ્લેગ વખતે શ્રમિકોની હાલત ફકોડી થયેલી
 • કોરોનામાં અવિરત છાંયડોનું રસોડુ ધમધમે છે

દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાતું સુરત સેવાકીય કાર્યમાં સતત આગળ રહે છે. અઢી દાયકા પહેલા આવેલો પ્લેગ હોય કે હાલની મહામારી કોરોના હોય સુરતમાં કોઈ ભૂખ્યો ન સૂવે તેની તકેદારી અડિખમ પગે ઉભા રહીને સતત સામાજિક સંસ્થાઓ નિભાવી રહી છે. છાંયડા સંસ્થાના ભરતભાઈ શાહે જણાવ્યું કે, પ્લેગ વખતે લોકો સુરત છોડીને જતાં રહેલા કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકો નિરાધાર બની ગયેલા એ વખતે રાશનનું વિતરણ કરવામાં આવેલું. હાલ કોરોનાના સમયમાં છેલ્લા ત્રણ લોક ડાઉનમાં સતત છાંયડોનું રસોડુ ધમધમે છે. શરૂઆતમાં 2500 લોકોને જમાડવાથી શરૂ કરીને આ એક જ સંસ્થા દ્વારા આજે પોણા બે લાખ લોકો સુધી જમવાનું પહોંચાડાય છે. આવી જ રીતે સુરતની અનેક સંસ્થાઓ પ્લેગ અને કોરોનાની મહામારીમાં સતત લોકોની ચિંતા કરી રહી છે.

પ્લેગ વખતે સુરત બિનવારસી સ્થિતિમાં આવી ગયેલું

નાનપુરાના સિધ્ધશિલા એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ વી.શાહ(ઉ.વ.આ.69) 16ની વર્ષની ઉંમરે પિતા સાથે સીએના અભ્યાસમાં જોડાયેલા 1975માં સીએ બન્યા અને બાદમાં સરગમ બિલ્ડરના નામે કન્સ્ટ્રક્શની શરૂઆત કરી હતી. 1990-91માં સરગમ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેમાં મેડિકલ અને હેલ્થ ચેકઅપ સાથે રક્તદાન શિબિર યોજતાં. પ્લેગના દિવસોને યાદ કરતાં ભરતભાઈ કહે છે કે, પ્લેગ એક ગંભીર મહામારી હતી.લોકો સુરત છોડીને જતાં રહ્યાં હતાં. બિલ્ડરો કન્સ્ટ્રક્શન સાઈડ પર મજૂરોને છોડી ભાગી ગયા હતાં.સુરત બિનવારસી બની ગયું હોય એવો માહોલ દેખાય રહ્યો હતો.

પ્લેગ વખતે અનાજ વિતરણ થતું હતું

પ્લેગ વખતે નિરાધાર બનેલા શ્રમિક લોકોના મોઢે ખાલી પેટ અને ભૂખની લાચારી દેખાઈ રહી હતી.જેથી કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ મજૂરોને અનાજ વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવતા ભરતભાઈએ ઉમેર્યું હતું કે, સુરતના અલગ અલગ 5 પોઇન્ટ પર ફ્રી અનાજ વિતરણ સ્ટોલ શરૂ કર્યા હતાં.લોકો આશિર્વાદ આપી ઘઉં, ચોખા, દાળ, તેલ સહિતની અનાજની કીટ લઈ જતા હતાં. પ્લેગ બાદ આવેલા પાલિકા કમિશનર રાવ સાહેબ બિલ્ડરોને મુલાકાત નહોતા આપતાં પરંતુ અમારી સેવાકીય કામગીરીથી અમને મુલાકાત આપી હતી.

કોરોનામાં રોજે રોજ લાખો લોકોની રસોઈ બને છે

દર્દનું નિરાકરણ એટલે છાંયડો, નામમાં જ એક કર્તવ્ય અને કર્તવ્ય એ જ સેવાના ઉદેશથી શરૂ કરાયેલી 22 વર્ષ જૂની સંસ્થા છાંયડો આજે કોરોના મહામારીમાં નિરાધાર બનેલા રોજના સવા લાખથી વધુ વધુ લોકોને ભોજન કરાવી રહી છે. 22 હજાર ગૃહિણીઓ રોજની 5 રોટલીઓનું અન્નદાન કરી સેવાના આ કાર્યમાં જોડાઈ છે. આટલા મોટા સેવાના વટવૃક્ષ માંથી બનેલો છાંયડો હવે મધર્સ એનજીઓનું ઉપનામ મેળવી ચુક્યું છે. પ્લેગ જેવી મોટી મહામારીથી સેવાને  આદર્શ બનાવનાર ભરતભાઇએ કહ્યું કે, લગભગ 27 વર્ષમાં 6 થી વધુ મોટી હોનારતમાં કામ કર્યાનો અનુભવ આજે લાખો લોકોના ભોજન આયોજનમાં કામ આવી રહ્યો છે.

લોકોના અનુદાનથી સંસ્થાની સેવા

કોરોના વાઇરસના લોકડાઉનમાં 50 દિવસોમાં 45 દિવસથી ભોજન વ્યવસ્થા કરાઈ છે. 2000 ફૂડ પેકેટથી શરૂઆતમાં કરાઈ હતી.આજે લગભગ 1. 75 લાખ ફૂડ પેકેટ અને તૈયાર ભોજન પહોંચાડી રહ્યા છે.22 હજાર ગૃહિણીઓ રોજની 5 લેખે લાખો રોટલીઓ દાનમાં આપે છે.સાથે અનેક સંસ્થાઓ પણ રોટલી દાન કરે છે.બારડોલીના ખેડૂતો શાકભાજી ફ્રીમાં આપી જાય છે. કેટરર્સ 80 માણસો સાથે નફા વગર રસોઈ બનાવે છે.500 કાર્યકર્તાઓ પરિવારની મજૂરી ન હોવા છતાં રાત-દિવસ આ સેવાના કાર્ય સાથે રહી ગામડે ગામડે ભોજન પહોંચાડવામાં મદદરૂપ થાય છે.કિમથી લઈ સુરતના લગભગ તમામ વિસ્તારો જેવા કે, પાંડેસરા, ઉધના, સચિન, લાજપોર, પરવત પાટિયા, કતારગામ, સહિતના વિસ્તારોમાં ભોજન પહોંચાડાય છે.13000 કિલો શાક બને જેમાં 170 ગ્રામ પર હેડ પ્રમાણે, 4 રોટલી, 350 ગ્રામ ખીચડીનું ફૂડ પેકેટ બને છે. 50 હજાર પુરી ઓડર થી બનાવાય છે. જ્યારે 50 હજાર પુરી જે તે સેવાભાવી લોકોને સામાન આપી બનાવાય છે.

મધર્સ એનજીઓનું બિરૂદ મળ્યું

પ્રકાશકુમાર વેકેરીયા સિવિલ ડિફેન્સ કોપ્સ (સરકારી સંસ્થા, સુરત) સુપર વાઇઝરએ જણાવ્યું હતું કે, છાંયડો સંસ્થાને સુરત કલેકટરે મધર્સ એનજીઓ તરીકેનું બિરૂદ આપ્યું છે.ગ્લવ્ઝ ,માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના રસોડાની મુલાકાતે સ્થાનિક કોર્પોરેટરથી લઈને ધારાસભ્યો સાંસદો અને મંત્રી પણ આવી ચુક્યાં છે. સાથે જ દિલ્હીથી 20 જણાની ટીમ સાથે એડિશનલ કલેકટર પણ વિઝીટ કરી ગયા છે.

દરેક આફતોમાં સંસ્થાની સેવા અવિરત રહે છે

ભરતભાઈ શાહએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા નિયમિત રૂપે સેવાકીય કાર્યો કરવામાં આવે છે. 2006ની એક કામગીરી આજે પણ યાદ હોવાનું કહેતા તેમણે ભારે હૈયે ઉમેર્યું કે ત્યારે પૂરના સર્વત્ર ફરી વળ્યાં હતાં. વસુધારા ડેરીનું દૂધ મગાવી આખા શહેરમાં 2-5 ફૂટ પાણીમાં પણ ઉતરીને વિતરણ કરતા હતાં. એક સોસાયટીના વ્યક્તિએ જે તે સમયે કહ્યું હતું કે, મારા ભાગનું દૂધ પાડોશમાં આપી દો, ત્યાં બાળકો વધારે છે. ત્યારે આંખો ભીની થઈ ગઈ હતી. 2006માં પાલિકાની લગભગ તમામ શાળાઓમાં સ્કૂલ બેગ આપી હતી.2006માં રાજસ્થાન બાડમેરમાં ગંદા પાણીને લઈ અનેક પશુઓ અને મનુષ્યોના મોત થયા હતાં. ત્યારે કલેકટરે જમીન ફાળવતા 50 ઘર બનાવી આપ્યાં હતાં.2009 માં હીરાની ભયંકર મંદીમાં  37 લાખના ખર્ચે રત્નકલાકારોને હજારો કીટ આપી હતી. નેપાળ ભુકંપમાં 283 ઘર અને કચ્છ ભૂકંપમાં બે ટ્રક ભરી ઘર વખરીનો સામાન મોકલ્યો હતો.2018 કેરેલા રેલમાં પણ બે ટ્રક ભરી સામાન મોકલ્યો હતો.2016-17 માં 18 આદિવાસી કન્યાઓના સમુહ લગ્ન કરાવી બે ગામ દત્તક લીધા હતાં.ચીખલી પાસે એક આશ્રમ શાળા દત્તક લીધી છે.ધોરણ 6 થી 12 ના 275 વિદ્યાર્થીઓની આ શાળામાં 14 શિક્ષકો બાદ પરિણામ 15 ટકાથી વધારી 70 ટકા પર લઈ જવામાં સફળતા મળી છે. આ શાળાનો તમામ ખર્ચ છાંયડો ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો