પાલિકામાં મહત્ત્વની જગ્યાઓ ખાલી છે જેમાં, ડેપ્યુટી કમિશનરની બે જગ્યા અને એડીશનલ સિટી ઈજનેરની ચાર જગ્યા ખાલી છે. પાલિકાના આંકડા પ્રમાણે વર્ગ 1થી 3ની વિવિધ કેડરો મળી કુલ 2897 અધિકારી, કર્મચારીઓની ઘટ છે. જ્યારે મહત્ત્વની માર્કેટ સુપ્રિટેન્ડન્ટ અને એડીશનલ માર્કેટ સુપ્રિ.ની જગ્યા ભરવામાં આવી છે.
બીજી બાજુ 7 કાર્યપાલક ઇજનેરો તો ડીસેમ્બરમાં રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે પાલિકાએ બહાર પાડેલી કાર્યપાલક ઇજનેરોની જાહેરાતમાં 85 ફોર્મ ભરાયા હતાં તેમાં તો હજુ 20ના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જ ચાલી રહી છે. પાલિકામાં વર્ગ-1 થી 3 ની વિવિધ કેડરો મળી કુલ 10,104 જગ્યાઓ પૈકી ફક્ત 7207 જગ્યાઓ હાલ ભરાયેલી છે. 2897 અધિકારી, કર્મચારીઓની ઘટ છે. વર્ગ-1 થી 3ની ખાલી પડેલી જગ્યાઓ પૈકી છેલ્લા ત્રણ વર્ષમાં1257 જગ્યાઓ ભરવા માટે જાહેરાતો અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
પ્રતીક્ષા યાદી બનાવીને પણ સફાઈકર્મીઓની ભરતી ન કરી
હદ વિસ્તરણ બાદ ચોથા વર્ગના કર્મચારીઓની 15,840 જગ્યાઓ પૈકી 14,138 જગ્યાઓ હાલ ભરાયેલી છે. ખાલી રહેલી 1702 જગ્યાઓ પૈકી માર્શલોની ભરતી કરાઇ છે. જ્યારે સફાઈ કામદાર, ડ્રેનેજ, બેલદાર, બેલદાર (વીબીડીસી)ની પ્રતીક્ષા યાદી હોવા છતાં હજી સુધી જગ્યાઓ ભરાઈ નથી.
ડો. દિગ્વીજય એડીશનલ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ નિમાયા
એડિશનલ સુપ્રિટેન્ડન્ટ તરીકે ડો.રાજેશ ગેલાણી તથા એડીશનલ માર્કેટ સુપ્રિ. તરીકે ડો.દિગ્વીજય ને લેવામાં આવ્યાં છે. બીજી બાજુ કેટલીક ખાલી જગ્યાઓ બઢતીથી રોસ્ટર ક્રમ મુજબ ભરવા માટેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.