છેતરપિંડી:માર્કેટમાં ઉઠમણું કરનારે પડોશી સાથે પણ 24 લાખની ઠગાઈ કરી, ફલેટ વેચવાના બહાને છેતરી પાલી ફરાર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પિતા-પુત્રએ ફ્લેટ વેચાણના બહાને ઓળખીતા પાસે 24.79 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાઈ છે. પરવત પાટિયા પાસે અભિષેક રેસિડેન્સી વિભાગ-1માં રહેતા હરીશ દેવારામ પરિહાર કાપડનો વેપાર કરે છે. અહીં જ રહેતા આરોપી અભિનવ જવાહરલાલ અગ્રવાલ પણ કાપડનો વેપાર કરે છે. અભિનવે તેના ફ્લેટનો સોદો હરીશ સાથે 41.49 લાખમાં કર્યો હતો. તે ફ્લેટ પર ચાલુ 14.20 લાખની લોન હરીશે ભરપાઈ કરવાની હતી અને 27 લાખની લોન હરીશના નામે ટ્રાન્સફર કરવાની હતી, તેથી હરીશે અભિનવને 15.50 લાખ રોકડા આપ્યા હતા. પણ અભિનવે 28 લાખની લોન ટ્રાન્સફર કરી આપી ન હતી.બાદમાં બેંકે ફલેટ મારી દેતા સીલ ખોલવા માટે હરીશે 7.40 લાખ ત્યાર બાદ વધુ 1.90 લાખ ભર્યા હતા. પછી હરીશને ખબર પડી કે અભિનવે ટેક્સટાઈલ માર્કેટમાંથી પણ ઉઠમણું કર્યું છે. જેથી હરીશે રૂપિયા માંગતા એક્સિડેન્ટ કરાવી મારી નાખવાની ધમકી આપી હતી. હરીશ સાથે અભિનવ અને તેના પિતાએ 24.79 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે .

અન્ય સમાચારો પણ છે...