તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક પૂર્ણ:માર્કેટ ખોલવાની માગણી સુરત પોલીસ કમિશનરે ફગાવી, 17મી સુધી બંધ, કોરોનાથી અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન

સુરત2 મહિનો પહેલા
ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી.
  • મિની લોકડાઉનમાં કાપડ ઉદ્યોગ માટે થોડી છૂટછાટની માગ
  • 7મી સુધી માર્કેટ બંધને સહયોગ આપવાની બાંહેધરી આપી

સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. ટેક્સટાઈલ માર્કેટ ખોલવાની ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી છે. હાલની પરિસ્થિતિ જોતા માગને ફગાવી દેવામાં આવી છે અને ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશને 17મી સુધી માર્કેટ બંધને સહયોગ આપવાની બાંહેધરી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .

ટેક્સટાઈલ એસોસિએશનની માગ શું હતી?
ગુજરાતની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવતા સુરત ટેકટાઈલ્સ માર્કેટ ને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. માર્કેટ મિની લોકડાઉનમાં બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો મિની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં બેન્કિંગનું કામકાજ છે તેના માટે બે કલાક સુધી ઓફિસ ખોલવા દેવામાં આવે. વેલ્યુ એડીશન માટે છે તે માલનો સપ્લાય કરવામાં આવતો હોય છે તે પણ કરવામાં થોડી રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાની બાંહેધરી આપવામાં આવી.
ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાની બાંહેધરી આપવામાં આવી.

પોલીસને સહયોગ આપવાની બાંહેધરી
સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ કમિશનર દ્વારા એસોસિયેશનના તમામ હોદ્દેદારોને સરકારે આપેલી ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવા માટેની સૂચના આપી છે અત્યારે ટેસ્ટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણના કેસ વધવાને કારણે ગાઈડ લાઈનનું ચુસ્ત પણે કરવું જરૂરી છે. હોદ્દેદારોએ પોલીસ કમિશનરની વાતને સ્વીકારીને સરકારે જાહેર કરેલી તારીખ સુધી સહયોગ આપવાની બાંહેધરી આપી છે.

મિની લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં જતો રહેશે.
મિની લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં જતો રહેશે.

કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન
સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી રીતે આગામી દિવસોમાં મિની લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં જતો રહેશે. ઉદ્યોગની જે પેમેન્ટની સિસ્ટમ છે તેના ઉપર મોટી અસર થઈ છે અને તેના કારણે લોકોના કરોડો રૂપિયાના વ્યવહારો અટવાઈ ગયા છે. પેમેન્ટ સિસ્ટમમાં ઊભી થયેલા અવરોધના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયું છે.

ત્રણ મહિનામાં જ 6000 કરોડ કરતાં વધારેનો વેપાર ટેક્સટાઇલ ઉદ્યોગ કરી લેતો હોય છે.
ત્રણ મહિનામાં જ 6000 કરોડ કરતાં વધારેનો વેપાર ટેક્સટાઇલ ઉદ્યોગ કરી લેતો હોય છે.

ટેક્સટાઈલ ઉદ્યોગને ખુબ મોટું આર્થિક નુકસાન
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્ષના માર્ચ, એપ્રિલ અને મે મહિના ખૂબ મહત્વના હોય છે. સમગ્ર વર્ષની સૌથી વધુ આવક આ સીઝન દરમિયાન થતી હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન લગ્નસરા દક્ષિણ ભારતમાં અલગ-અલગ તહેવારોની ઉજવણી તેમજ ઈદ જેવા તહેવારો પણ આવતા હોય છે. તેના કારણે દેશભરની અંદર ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. એક અંદાજ પ્રમાણે આ ત્રણ મહિનામાં જ 6000 કરોડ કરતાં વધારેનો વેપાર ટેક્સટાઇલ ઉદ્યોગ કરી લેતો હોય છે. કોરોના સંક્રમણને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને ખુબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે.

સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવી જાય તો ઝડપથી ઉદ્યોગ પાટે ચડી જાય તેવી વેપારીઓની આશા.
સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવી જાય તો ઝડપથી ઉદ્યોગ પાટે ચડી જાય તેવી વેપારીઓની આશા.

આગામી દિવસોમાં માર્કેટ બંધ રહે તો વધુ નુકસાનની ભીતિ
ટેક્સટાઇલ ઉદ્યોગમાં અત્યારે આશા રાખી બેઠા છે કે સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવી જાય તો ઝડપથી ઉદ્યોગ પાટે ચડી જાય પરંતુ હાલની સ્થિતિ જોતા સરકાર જે પ્રકારે ગંભીર થઈને એક બાદ એક નિર્ણય લઇ રહી છે. તે જોતા ટેક્સટાઇલ ઉદ્યોગને આગામી દિવસોમાં વધુ નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે.