તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓ ઊંઘતા રહ્યા ને ફાયરે ઓપરેશન કરી નાખ્યું:સુરતમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે માર્કેટ-કોમ્પ્લેક્સની 1506 દુકાન અને ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ સીલ

સુરત2 મહિનો પહેલા
12 અધિકારીની ટીમ આખી રાત કડકડતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરતી રહી. - Divya Bhaskar
12 અધિકારીની ટીમ આખી રાત કડકડતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરતી રહી.
 • નોટિસ આપવા અને એફિડેવિટ કરી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરતાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે માર્કેટ-કોમ્પ્લેક્સની 1506 દુકાન અને ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ સીલ કરી દેવામાં આવ્યાં છે. ફાયર વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા બાદથી અંબાજી રોડ પર આવેલી માર્કેટ અને કોમ્પ્લેક્સમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓ ઊંઘતા રહ્યા ને ફાયરે ઓપરેશન કરી નાખ્યું છે.

નોટિસો-એફિડેવિટ થતા ફાયર સેફ્ટી ઊભી ન કરી
સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટમાં આગની ઘટનાઓ અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની હજારોની સંખ્યામાં ફાયર સેફ્ટીની નોટિસો આપવામાં આવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવતાં ફાયર વિભાગે લાલ આંખ કરી છે.

વેપારીઓ ઊંઘતા રહ્યા ને ફાયરે ઓપરેશન કરી નાખ્યું.
વેપારીઓ ઊંઘતા રહ્યા ને ફાયરે ઓપરેશન કરી નાખ્યું.

8 માર્કેટ, 5 કોમ્પ્લેક્સની દુકાનો અને એક ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ સીલ
ફાયર અને ઇમર્જન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં એફિડેવિટ તેમ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાત્રિથી સવાર સુધી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 8 માર્કેટ, 5 કોમ્પ્લેક્સ અને એક ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ સહિત 1506 દુકાન સીલ કરવામાં આવી છે.

અંબાજી માર્કેટની મોટા ભાગની દુકાનો સીલ
ગત સોમવારે અંબાજી માર્કેટની એક દુકાનમાં આગની ઘટના બાદ કોઈએ પણ ફાયર સેફ્ટી સુવિધા ન કરાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. 12 અધિકારીની ટીમ આખી રાત કડકડતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરતી રહી હતી. અંબાજી માર્કેટની મોટા ભાગની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.

આ એકમોમાં દુકાનો સીલની કાર્યવાહી કરવામાં આવી

 • અંબાજી માર્કેટ- 650 દુકાન
 • ન્યૂ અંબાજી માર્કેટ- 80 દુકાન
 • મધુસૂદન હાઉસ- 100 દુકાન
 • શંકર માર્કેટ- 110 દુકાન
 • મનીષ માર્કેટ- 200 દુકાન
 • પેરિસ પ્લાઝા ભેસ્તાન- 54 દુકાન
 • ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ
 • વખારિયા ટેક્સટાઇલ માર્કેટ- 40 દુકાન
 • ગૌતમ ટેક્સટાઇલ માર્કેટ- 80 દુકાન
 • તીર્થ કોમ્પ્લેક્સ વરાછા- 6 હોલ
 • અમોરા આર્કેડ કતારગામ- 91 દુકાન
 • રાધિકા પોઇન્ટ કતારગામ- 95 દુકાન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો