શિક્ષણ:માર્ક સુધારાયા એ સરાહનીય બાબત ગણાય: પ્રોફેસર પંડ્યા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેપરોમાં ભૂલ કરનાર સામે પગલાં લેવા NSUIની માંગ
  • ભાવેશ રબારી ખોટી રજૂઆત કરતા હોવાની પંડ્યાની ફરિયાદ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 2500 માર્કશીટ બદલવી પડી હોવાનું જણાવીને કસૂરવાર સામે પગલાં લેવા એનએસયુઆઇએ માંગણી કરીને યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં એનએસયુઆઇએ જણાવ્યું કે, પ્રશ્નોમાં ભૂલ માટે જવાબદાર ફેકલ્ટીના અધર ધેન ડીન પોતે ચેરમેન અને પેપર સેટર હોય પોતાની ભૂલ છુપાવવા 1200 વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરાયા છે. પરીક્ષા લીધાના 7 મહિના પછી 2500 માર્કશીટ સુધારવી પડી છે. 76 પ્રશ્નોમાં ભૂલ હોવી એ ગંભીર બાબત છે.

અગાઉ પણ ઇન્ટરનલ માર્કસ પરીક્ષા પહેલા નહીં આપવા અને ખોટી રીતે વિદ્યાર્થીને ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરવા સહિતની ફરિયાદો તેમની સામે ઉઠી છે ત્યારે વિમલ પંડ્યા સામે કડક કાર્યવાહી કરવા માટેની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે, વિમલ પંડ્યાએ કુલસચિવને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માર્કમાં સુધારા કર્યા એ સરાહનીય બાબત છે.

‘માર્ક સુધાર્યા એ સરાહનીય બાબત ગણાય’
ડો.વિમલ પંડ્યાએ કુલસચિવને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાવેશ રબારી કાયદા વિદ્યાશાખાને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. 76 પ્રશ્નો માટે વિદ્યાર્થીઓના માર્કસ સુધાર્યા છે. તે યુનિવર્સિટી માટે સરાહનીય બાબત છે. પોતાનો રાજકીય રોટલો શેકવા માટે પ્રેસનોટ આપે છે.

અન્ય સમાચારો પણ છે...