ક્રાઈમ:માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મરીન બોટના ચાલકનું મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓએનજીસી બ્રિજ નજીક ડિવાઈડર સાથે કાર ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા મરીન પોલીસના બોટ ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હજીરા માતા ફળિયા ખાતે રહેતા દિપાંકર કાલીકાન્ટો દેબનાથ(47) મરીન પોલીસમાં બોટ ડ્રાઈવર હતા. તેઓ ગઈ તા.26 નવેમ્બરના રોજ રાત્રે મિત્રની કારમાં વેસુ ગયા હતા. ત્યાંથી તેઓ મિત્ર સાથે કારમાં ઘરે પરત ફરતા હતા. ત્યારે ઓએનજીસી બ્રિજ ઉતરતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મિત્ર ગુપ્તમ મંડલને સમાન્ય ઈજા થઈ હતી. જ્યારે દિપાંકર ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોડી સાંજે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...