તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ્રવેશ ફોર્મમાં માર્કશીટ નંબર લખતાં જ માર્ક્‌સ અપલોડ થશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂન પછી યુનિ.માં પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
  • બોર્ડ પાસે ધો.12ના પરિણામનો ડેટા મેળવી યુનિ. ઓનલાઇન મુકશે

યુનિવર્સિટીમાં 21 જૂન બાદ બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સની પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જોકે, આ વખતે પ્રવેશ ફોર્મમાં ધો.12ની માર્કશીટ નંબર લખતાં જ માર્ક્સ અપલોડ થઈ જશે. બોર્ડ પાસેથી ધો.12નો ડેટા મેળવી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન મુકવામાં આવશે.

ઓબીસી, એસસી, એસટીના દાખલાની પીડીએફ બનાવીને ઓનલાઇન જ અપલોડ કરવાની રહેશે. ઓનલાઇન પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી પણ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકશે. શિક્ષણ બોર્ડ માર્કશીટ જલદી નહીં આપશે તો યુનિવર્સિટી પ્રોવિઝનલ ફોર્મ ભરાવવાની તૈયારી કરશે.

એડમિશનની કોર કમિટીની નિમણૂંક, 15મીએ બેઠક
એડમિશનની કોર કમિટીમાં ડો. ભાવિન નાયક, ડો. વિજય જોષી, ડો. સ્નેહલ જોષી, ડો. હેમાલી દેસાઇ, ડો. અજય પટેલ, ડો. અપૂર્વ દેસાઇ, ડો. રાકેશ દેસાઇ, ડો. અશ્વિન પટેલ, ડો. મુકેશ મહિડા, ડો. કશ્યપ ખરચિયા, ડો. જયરામ ગામીત, કિરણ ઘોઘારીની નિમણૂંક કરાઈ છે. જેઓ હવે 15 જૂને બેઠક કરીને એડમિશનની પ્રક્રિયાની આખી રૂપરેખા તૈયાર કરશે.

આજે ઓનલાઇન એડમિશન પર સેમિનાર યોજાશે​​​​​​​
વાઇસ ચાન્સેલર ડો. કે. એન. ચાવડા અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરી સોમવારે પ્રવેશ પર માર્ગદર્શન આપશે. જેમાં કુલપતિ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત તેમજ જરૂરી માહિતી વિદ્યાર્થીઓને આપશે.

અન્ય સમાચારો પણ છે...