તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:હજુ પણ કેટલાયે કામદારોને વતનમાં કેવી રીતે જવું તે બાબતની ખબર નથી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘણાં કાર્યકરો ગાયબ, વિવિધ વિસ્તારોના કામદારોને વતન ભેગા કરવાની કવાયત

શહેરના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતી કામદારોને વતનભેગા કરવાની કવાયત ચાલુ રહી છે. જેમાં ઓલપાડમાં 1200, લિંબાયતમાં 1200 અને અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 1200 કામદારો વતન જવા રવાના થયા હતા. જ્યારે શહેરમાં હજુપણ કેટલાયે કામદારો એવા છે, જેમને વતન કઈ રીતે જવું તે ખબર નથી. જો કે કલેક્ટર કચેરીમાં પણ વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં વતન જવા માટે કામદારોનો ધસારો ચાલુ રહ્યો છે. તેમાં જે લોકો વતન પહોંચી ગયા છે. તેમના સુરતમાં રહેતા સંબંધીઓ હવે વતન જવા માટે અધીરા થયા છે. આ અંગે ઉત્તરપ્રદેશ પહોંચેલા સુનીલસિંઘે કહ્યું કે મારા બનેવી સહિત કેટલાક મિત્રો હજુપણ સુરતમાં છે. તેમને વતન આવવું હોય તો કેવી રીતે મોકલાય. જે અંગે તપાસ કરતા કલેક્ટર કચેરીમાં પણ એક કાઉન્ટર બી બ્લોકમાં ચોથામાળે શરૂ કરાયું છે. તેમજ જે તે વિસ્તારના સામાજિક અગ્રણીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા પણ વતન મોકલાવવાની વ્યવસ્થા કરાઈ રહી છે. જ્યારે રવિવાર શહેરના ફક્ત ત્રણ વિસ્તારમાંથી 3600થી વધુ કામદારો વતન જવા માટે રવાના થયા હતા. તેમાં ઓલપાડમાં કોસાડ આવાસ અને અંજની ઇન્ડસ્ટ્રીઝ સહિતના કામદારોની ટ્રેનો રવાના કરાઈ હતી. આ તમામ ગંજામ ગયા હતા. તેમને સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ સહિતની સૂચનાઓ સાથે શુભકામના પાઠવી હતી. એજ રીતે લિંબાયતમાં ડો.રવિન્દ્ર પાટીલે 1200 કામદારોને ઓરીસ્સા મોકલ્યા હતા. આ ટ્રેનને સુરતની પૂર્વ જોઇન્ટ સી.પી. અને હાલના પ્રભારી હરેકૃષ્ણ પટેલે લીલીઝંડી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો