ટ્રેન વ્યવહારને અસર:ડભોઇ-એકતાનગર સેક્શન પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક ટ્રેનો મોડી પડી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ સહિતની ટ્રેનો પ્રભાવિત

સુરત સહિત રાજ્યમાં વરસાદને લીધે ટ્રેન વ્યવહારને પણ અસર થઇ હતી. સોમવારે ડભોઇ -એકતાનગર સેક્શન પર પાણી ભરાતા વારાણસી -અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ 7 કલાક મોડી પડી હતી. ઇન્દોર -મુંબઈ સેન્ટ્રલ, જયપુર-મુંબઈ સેન્ટ્રલ, યોગનગરી રિષિકેશ -કોચુવેલી આ ટ્રેનો 7 કલાક, ન્યુ દિલ્લી -મુંબઈ સેન્ટ્રલ તેજસ 4 કલાક.

નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ 5 કલાક, જયપુર -બાંદ્રા 3 કલાક, અમૃતસર -બાંદ્રા 2 કલાક મોડી ઉપડી હતી .મુંબઈ સેન્ટ્રલ -ન્યુ દિલ્લી તેજસ 3 કલાક, મુંબઈ સેન્ટ્રલ -નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ 4 કલાક, બાંદ્રા ટર્મિનસ-જયપુર 4 કલાક,મુંબઈ -દિલ્લી દુરનતો 1 કલાક મોડી રહી હતી.

વોટર લોગીંગને લીધે 4 ટ્રેન ડાયવર્ટ કરવી પડી
દાદર -એકતાનગર ટ્રેન વડોદરા સુધી દોડાવાઇ હતી. એકતાનગર-દાદર ટ્રેન અને એકતાનગર-વારાણસી ટ્રેન વડોદરાથી ઉપાડવામાં આવી હતી. ગોરખપુર -અમદાવાદ, ઉદયપુર -મૈસુર, નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ અને ઇન્દોર-ગાંધીનગર ટ્રેન ડાયવર્ટ કરીને વોટરલોગીંગ સેક્શન વચ્ચે ન આવે એ રીતે દોડાવાઇ હતી.

સુરત રેલવે સ્ટેશને પાણી ટપકવાથી મુસાફરો હેરાન
મંગળવારે ભારે વરસાદને પગલે સુરત રેલવે સ્ટેશને પર કેટલીક જગ્યાએ પ્લેટર્ફોર્મની છત પરથી પાણી પડવા લાગ્યું હતું જેને લીધે મુસાફરોએ હાલકી ભોગવવી પડી હતી.ટ્રેનો લેટ હોવાને લીધે મોટી સંખ્યામાં મુસાફરો સુરત રેલવે

અન્ય સમાચારો પણ છે...