15 એપ્રિલ સુધીમાં મોટાભાગની શાળા-કોલેજોમાં વેકેશન લાગુ થશે, જેથી અત્યારથી જ સુરતથી જતી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 150થી વધુ થયું છે. તાપ્તીગંગા, ગોરખપુર, અમદાવાદ, પ્રયાગરાજ સહિતની યુપી, એમપી અને સૌરાષ્ટ્ર તરફની ટ્રેનોમાં બુકિંગ ફુલ થઇ ગયું છે.
15 એપ્રિલ પછી સુરતથી યુપી, બિહાર, રાજસ્થાન, ઓડિશા અને બંગાળ જતી ટ્રેનો વેઈટિંગ છે. વેકેશનમાં આ વખતે કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ છે. હવે આ માટે મુસાફરો સમર સ્પેશિયલ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તાપી ગંગા - અફસોસ, BDTS GHJP - અફસોસ, ગોરખપુર હમસફર - અફસોસ, અમદાવાદ - બરૌની, ઉધના - દાનાપુર, મહામના એક્સપ્રેસ, સુરત - ભાગલપુર, ઉધના - બનારસ સુફા, અમદાવાદ પ્રયાગરાજમાં આજની તારીખે વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે સમર સ્પેશિયલ ટ્રેનો સહિત વધારાના કોચ જોડાશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.
28મીથી ટ્રેનોમાં 10થી 15 મિનિટનો ફેરફાર
28મીથી સુરતથી પસાર થતી ડબલ ડેકર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની ટ્રેનો 10થી 15 મિનિટ વહેલી ઉપડે તેવી શક્યતા છે. આ માટે રેલવેએ નવું સમયપત્રક જાહેર કર્યું છે. બાંદ્રાથી બપોરે 2.50 વાગ્યે ઉપડતી બિકાનેર 14.40 કલાકે ઉપડશે. બાંદ્રા-ગાંધીધામ 13.50ની જગ્યાએ 14.50 કલાકે ઉપડશે. સુરત-ભરૂચ મેમુ 18.18ની જગ્યાએ 18.37 કલાકે ઉપડશે. રૂટ પરના સ્ટેશનો પર તારીખ મુજબ 9 ટ્રેનોના સમય બદલાશે. મોટાભાગનો ફેરફાર સુરતથી કરાયો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર, બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા, બાંદ્રા-બીકાનેર રાણકપુર, દહાણુ-વડોદરા સુપરફાસ્ટ. સુરત-વડોદરા મેમુ સ્પેશિયલનો સમય 28 માર્ચથી બદલાશે. તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ 30 માર્ચથી રિશેડ્યૂલ કરવામાં આવી છે. કોચુવેલી-ઈન્દોર એક્સપ્રેસ 31 માર્ચથી રિશેડ્યૂલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.