ફોર્મ માન્ય રાખ્યુ:ધનસુખ રાજપુતનું ફોર્મ રદ કરવા મનુ પટેલે વાંધો લીધો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારીએ અરજી અગ્રાહ્ય રાખીને ધનસુખનું ફોર્મ માન્ય રાખ્યુ

વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉધના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. જોકે, બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ મનુ પટેલે કરેલી વાંધા અરજી રદ કરી ધનસુખ રાજપુતનું ફોર્મ ગ્રાહ્ય રાખ્યું હતું.

ઉધના વિધાનસભાની બેઠક પર ભાજપના મનુ પટેલે ઉમેદવારી કરી છે. જ્યારે તેની સામે કોંગ્રેસના ધનસુખ રાજપુતે ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાનમાં ભાજપ તરફે વકીલે વાંધા અરજી રજુ કરીને ધનસુખ રાજપુતનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરી હતી. તેમણે એવી રજૂઆત કરી હતી કે, ફોર્મમાં મિલકત અંગે પુરતી માહિતી આપવામાં આવી નથી. તેમ જ અપુરતી િવગતો રજુ કરી હોવાથી તેમનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરી હતી. ચૂંટણી અધિકારીએ આ અંગે ધનસુખ રાજપુતને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.

જ્યારે ધનસુખના વકીલે રજુઆત કરી હતી કે, તેઓ ઘણી ચૂંટણીઓ લડી ચૂક્યા છે. ક્લેરિકલ અને ટાઇપિંગ ભુલ છે. આ ભુલના કારણે ફોર્મ રદ કરી શકાય નહીં. બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ વાંધા અરજી રદ કરીને ધનસુખ રાજપુતનું ફોર્મ માન્ય રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...