કમોસમી વરસાદ:APMCમાં કેરીની આવક અડધી થઈ, ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વખતે કેરીની આવક ઓછી થતાં એપીએમસીમાં દર વર્ષની તુલનામાં આ વખતે ખરીદી પર પણ અસર વર્તાઇ છે. - Divya Bhaskar
આ વખતે કેરીની આવક ઓછી થતાં એપીએમસીમાં દર વર્ષની તુલનામાં આ વખતે ખરીદી પર પણ અસર વર્તાઇ છે.
  • 50 ટનને બદલે હવે 25 ટન જ આવી રહી છે
  • હાફુસ, કેસર અને લંગડો કેરી ઓછી આવી

વરસાદની સિઝન નજીક આવવા છતાં માર્કેટમાં કેરીનો માહોલ હજી જામ્યો નથી. સુરત એપીએમસીમાં ગત વર્ષે દરરોજ 50 ટન કેરી આવતી હતી. પરંતુ કમૌસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ વર્ષે દરરોજ માત્ર 25 ટન કેરી જ એપીએમસમાં આવી રહી છે. સુરતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કેરી આવતી હોય છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે આંબા પડી ગયા હતાં. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં ગત વર્ષની સરખામણીએ માંડ 30થી 40 ટકા કેરી જ આવી રહી છે.જેમાં હાફુસ,કેસર,લંગડો અને રાજાપુરી સહિતની કેરીની ખરીદી પર અસર પડી છે.

ઇફેક્ટ ભારે પવનને કારણે મોટી માત્રામાં કેરી વૃક્ષો પરથી ખરી ગઇ
છેલ્લાં 4 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે. સુરત એપીએમસીમાં આ વર્ષે રોજ 25 ટન કેરી આવતી હતી. પરંતુ ભારે પવનને કારણે મોટા માત્રામાં કેરી આંબા પરથી ખરી ગઈ છે. જેથી છેલ્લાં ચાર દિવસથી 35 ટન કેરી આવી રહી છે.

નુકસાન કેરી સહિત અન્ય પાકો પર પણ અસર વર્તાઇ છે
એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ કહે છે કે, ‘કમૌસમી વરસાદ અને હવામાનમાં ફેરફારને લીધે વિવિધ પાકને નુકસાન થયું છે. દર વર્ષ કરતાં આ વર્ષે કેરીનો પાક 50 ટકા ઓછો થયો છે. ગત વર્ષ કરતાં આ વખતે એપીએમસી માર્કેટમાં 35 ટન કેરી જ આવી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...