અભૂતપૂર્વ પ્રતિસાદ:માંડવીની અટલ થાળીને વર્ષમાં 66,776 જેટલા જરૂરિયાત મંદોની જઠરાગ્નિ ઠારી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ અટલ થાળીને એક વર્ષ પૂર્ણ - Divya Bhaskar
માંડવી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ અટલ થાળીને એક વર્ષ પૂર્ણ
  • માંડવી નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી રૂ. 15ની અટલ થાળીને અભૂતપૂર્વ પ્રતિસાદ

માંડવી નગરપાલિકાના ગત શાસકો દ્વારા રાહતદારે શરૂ કરાયેલ અટલ થાળી સાથેની ભોજનાલય ગરીબ શ્રમિક સહિતના જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારી તંદુરસ્ત સમાજના નિર્માણ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો.આશીષભાઇ ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા અટલ થાળી નામે માત્ર 15 રૂપિયામાં ડિશનો આરંભ કરાયો હતો જેને હાલ એક વર્ષ પૂરું થયું છે.

આ યોજના થકી અનેક ભૂખ્યા લોકો પોતાની જઠરાગ્નિ ઠારી રહ્યા છે. સમતોલ આહાર પૂર્ણ અટલ થાળી અનેક લોકો માટે જીવનદાન સાબિત થઈ રહી છે. જનભાગીદારી તથા સરકારની ગ્રાન્ટ માથી જન કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજનાની દિનપ્રતિદિન સફળતાથી ઘણા નગરજનોએ દાનની સરવાણી વહાવતા નગરપાલિકા શાસકોને પ્રત્સાહન મળતા અવિરત ચાલુ રાખવામા આવી છે.

અટલ થાળી આગામી સમયમાં પણ લોકોને મળતી રહેશે
માંડવી નગરપાલિકાની અટલ થાળીની સફળ યોજનાને હાલના પ્રમુખ રેખાબેન વશી કારોબારી અધ્યક્ષ શાલીન શુક્લ તથા ઉપ પ્રમુખ પ્રતિક રબારી તેમજ ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી સહિતના તમામ નગરસેવકોએ ઉત્સાહ દાખવી અટલ થાળી અવિરત ચાલુ રાખવાના નિર્ણયને સૌએ આવકારી અભિનંદન તાઠવ્યા હતા.

બહારથી આવતા ફેરિયાઓ માટે પણ આ સેવા લાભદાયી
અટલ થાળી માંડવીમાં બુધવારના રોક્જ ભરાતા હાટમાં દૂર દૂરથી આવતા ફેરિયાઓ તથા ગામડાથી આવતા મજૂર વર્ગ માટે જાણે સંજીવની સાઇટ થઈ છે. અને સામાન્ય રકમમાં ભરપેટ ભોજન લઈ કામધંધો કે મજૂરી કરી પોતાના પરિવાર માટે આજીવિકા રાખી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...