રોષ:માંડવી તાલુકા પંચાયત વિપક્ષ નેતાને માહિતી ન આપતાં ધરણાની ચીમકી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં કથિત ભ્રષ્ટ્રાચાર અંગે માહિતી માગી હતી

માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ પુરાવાઓ રજૂ કરી ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાના મુદ્દાઓ રજૂ કરી અન્ય માહિતીઓ માંગી હતી, પરંતુ આજદિન સુધી કોઈ માહિતી ન મળતા આજરોજ ડીડીઓને સંબોધીને લખેલા આવેદનપત્રમાં દિન 5માં જવાબ ન મળે તો ગાધી ચિંધ્યા માર્ગે ધરણાંની ચીમકી ઉચ્ચારી હતી.

માંડવી તાલુકા પચાયતના વિરોધપક્ષના નેતા શંકર ચૌધરીએ લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું હતુ કે 10મી મેના રોજ મળેલી સામાન્ય સભામા માંડવી તાલુકાના ગામો ખજરોલી પિપરિયા, કમલાપોર અને ઉમરસાડીના ગામોમાં જે તે અનુદાનની રકમમાંથી કામો કર્યા વગર તે કામની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી, જે અંગે સામાન્ય સભામાં પ્રશ્નો કરવામાં આવેલ હતાં.

જે અંગે થયેલી ચર્ચામાં જે તે અધિકારી સામે આ બાબતે તપાસ કરી કાયેદસરની કાર્યવાહી પણ ચર્ચા થઈ હતી, પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ જવાબ પણ મળેલ નથી. આ બાબતે દિન 5માં જે તે અધિકારી સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં ન આવે તો 23 મે ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયતની કચેરીના પટાંગણમાં ગાંધી ચિધ્યા માર્ગે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...