તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શારીરિક સૌષ્ઠવ માટે પ્રોત્સાહિત:માંડવી વનવિભાગનું પ્રથમવાર બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાયાના કર્મચારીઓની ફિટનેશ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન

સુરત વન વર્તુળમાં સમાવિષ્ટ માંડવી મહુવા ઉમરપાડા બારડોલી વનવિભાગના કર્મચારીઓની બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન માંડવી વિભાગના આરામગૃહ ખાતે દરેક કર્મચારીઓને શારીરિક સૌષ્ઠવ માટે પ્રોત્સાહિત કરાયા હતાં.

માંડવી વનવિભાગ દ્વારા જીમ ઉપરાંત વોલીબોલ તથા બેડમિન્ટનની સુવિધા ઊભી કરી આરએફઓ ઉપેન્દ્રસિંહ રાઉલજી તથા કમલેશ ચૌધરી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા છે. માંડવી ખાતે સુરત વન વર્તુળના કર્મચારીઓની બેડમિન્ટન ટુર્ના.નું આયોજન કરાયું હતું.ફાઈનલમાં વિજેતાઓને ટ્રોફિ આપી ડીએફઓ પુનિત નૈયરે કર્મચારીઓના ઉત્સાહની સરાહના કરી શારીરિક સજ્જતા માટેે પ્રોત્સાહિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...