તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Manager's Decision To Close Petrol Pump At Night After Youth Was Killed Over Water Bottle Issue At Socio Circle In Surat

નિર્ણય:સુરતમાં સોસિયો સર્કલ પર પાણીની બોટલ મુદ્દે યુવકની હત્યા થયા બાદ રાત્રિના સમયે પેટ્રોલપંપ બંધ રાખવાનો સંચાલકનો નિર્ણય

સુરત24 દિવસ પહેલા
રાત્રિના સમયે પેટ્રોલ પંપ બંધ રાખવાના બેનર પર સંચાલક દ્વારા લગાવી દેવાયા છે.
  • રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે

સુરતના સોસિયો સર્કલ ઉપર આવેલા સર્વોત્તમ પેટ્રોલ પંપ ઉપર થોડા દિવસ અગાઉ એક યુવક સાથે પેટ્રોલ પંપના કર્મચારીઓને બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવક સાથે મારામારી કરતા તેનું મોત નીપજયું હતું. જેને લઈને હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પેટ્રોલ પંપના સંચાલકોએ આ પ્રકારના તોફાની તત્વો તેમના પેટ્રોલ પંપ ઉપર રાત્રિના સમયે આવતા હોવાને કારણે રાતે 10:00 થી 06:00 સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ દરમિયાન સર્જાતી માથાકૂટના પગલે નિર્ણય લેવાયો છે.
રાત્રિ દરમિયાન સર્જાતી માથાકૂટના પગલે નિર્ણય લેવાયો છે.

રાત્રે તોફાની તત્વોથી બચવા નિર્ણય
મહદંશે સુરત શહેરમાં રાત્રિના સમયે તોફાની તત્વો ખૂબ જ સક્રિય થઈ જાય છે. સામાન્ય પ્રજાને હેરાન કરવામાં આવવા લુખ્ખા તત્વો કોઈ કસર છોડી રહ્યા નથી. રસ્તે ચાલતી મહિલાઓના અછોડા તોડવા અથવા તો મહિલાઓની છેડતી કરવી, ઓવર સ્પીડ ગાડીઓ હંકારવી, થાળી પીણીની લારીઓ ઉપર દારૂ પીધા બાદ તોફાન મચાવી આ પ્રકારની સતત ઘટનાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બની રહી છે. આ પ્રકારના લુખ્ખા તત્વોથી સુરતીઓ પણ ખુબ જ સરસ થઈ ગયા છે. મોડી રાત્રે પેટ્રોલીંગ અને જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને પણ શહેરમાં ચર્ચા થઈ રહી છે.

10:00 થી 06:00 સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે
10:00 થી 06:00 સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

સ્થિતિને જોતા નિર્ણય
પેટ્રોલ પંપના સંચાલક પુરુષોત્તમભાઈ એ જણાવ્યું કે, અમારા વિસ્તારની અંદર રાત્રિના સમય દરમિયાન ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારોમાંથી અસામાજિક તત્વો સતત રખડતા હોય છે, અને ઘણી વખત અમારી સાથે માથાકૂટ પણ કરતા હોય છે. ઘણીવાર અમારા સ્ટાફના કર્મચારીઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. આખરે થોડા દિવસ પહેલાં જે ઘટના બની છે. તેને લઈને હવે અમે પોતાની સુરક્ષા માટે મોડી રાતે પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.