કોર્ટનો હુકમ:પાંડેસરામાં 2 વર્ષની બાળકી સાથે અડપલાં કરનારાને 5 વર્ષની સજા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાંડેસરામાં ચાર વર્ષ અગાઉ બે વર્ષની બાળકી સાથે અડપલાં કરનારા આરોપીને કોર્ટે પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેની દલીલો બાદ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી સજા કરી હતી. કેસની વિગત મુજબ તા. 5મી જુલાઇ, 2018ના રોજ આરોપી ફ્રાન્સીસ અરૂણ નાયડુના ઘરે પાડોશમાં રહેતી 2 વર્ષની બાળકી રમવા માટે આવી હતી.

જેની સાથે આરોપીએ અડપલાં કર્યા હતા. દીકરી જલદી નહીં આવતા ફરિયાદી જોવા ગઈ હતી અને આરોપીના ઘરનો દરવાજો ખોલતા તે બાળકી સાથે અડપલાં કરતો હતો. માતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં સરકાર પક્ષની દલીલો બાદ આરોપીને 5 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

GIDCમાં થયેલી હત્યામાં આરોપીને 3 વર્ષની સજા
સચિન GIDCમાં હત્યાના ગુનામાં કોર્ટે આરોપી અહસાન રજાને 3 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. 11મી ઓક્ટોબર, 2017ના રોજ હિન્દુસ્તાન ડાઇંગ મીલમાં કોન્ટ્રાકટર રાજેશ સાથે પગાર મુદ્દે યાદવ આરોપીનો ઝઘડો થતાંં ઝપાઝપીમાં મોત નિપજયુ હતુ. આરોપીની ધરપકડ બાદ તેની સામે કેસ ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...