ચેઈન સ્નેચિંગ CCTV:સુરતમાં પ્રોવિઝન સ્ટોર ચાલવતા વૃદ્ધ પાસે 5 રૂપિયાની ચોકલેટ માગી યુવક 25 ગ્રામની સોનાની ચેઇન તોડી ભાગ્યો

સુરત10 દિવસ પહેલા
ગળામાં હાથ નાખી ચેઇન તોડી લીધી.
  • ગ્રાહક બનીને આવેલા બે ઈસમો ચેઈન તોડી ફરાર થઈ ગયા

સુરતના ખટોદરા જીઆઇડીસીમાં પ્રોવિઝન સ્ટોર ચાલવતા વૃદ્ધ પાસે 5 રૂપિયાની ચોકલેટ માગી એક માસ્કધારી અજાણ્યો ઈસમ 25 ગ્રામની સોનાની ચેઇન તોડી ભાગી ગયો હતો. થોડા દિવસ અગાઉ મોડી સાંજે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. વૃદ્ધા અવસ્થામાં પણ પગભર રહીને રોજગારી લેતા સિનિયર સિટીઝનો હવે દુકાનમાં પણ સુરક્ષિત ન હોવાનું લાગી રહ્યું છે.

ચેઇન તોડી ક્ષણવારમાં બાઈક પર ભાગી ગયા
ખટોદરા જીઆઈડીસીમાં નરેન્દ્ર ડાઇંગની સામે પ્લોટ નં.162માં રહેતા 71 વર્ષીય ચંન્દ્રકાંત મણીલાલ જરીવાલાએ જણાવ્યું હતું કે ત્રણ સંતાનોમાં એક નોકરી કરે છે અને બે અભ્યાસ કરે છે. ઘર બહાર જ શિલ્પા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે. ગત 27 ઓક્ટોબરના રોજ સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ દુકાનની અંદર બેઠા હતા. ત્યારે એક બાઈક પર બે ઈસમો ગ્રાહક બનીને આવ્યા હતા. જે બે ઈસમો પૈકી એક વ્યક્તિ બાઈક શરૂ રાખી દુકાનની બહાર ઉભો રહ્યો હતો. જ્યારે બીજો દુકાનમાં આવ્યો હતો. 5 રૂપિયાની ચોકલેટ માગી શરીરની મુવમેન્ટ થતા જ તેણે મારા ગળામાં હાથ નાખી ચેઇન તોડી પલક ઝપકતા જ બાઇક પર ભાગી ગયા હતા.

ચોકલેટ આપવાના નામે ચેઈન સ્નેચિંગ કરાયું.
ચોકલેટ આપવાના નામે ચેઈન સ્નેચિંગ કરાયું.

22 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર
વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાને આજે 22 દિવસ થઈ ગયા છે અને સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય આવતો ઈસમ હજી પોલીસના હાથે લાગ્યો હતો. પત્ની સાથે અવાર નવાર પોલીસ સ્ટેશન જઇને ફોલોઅપ લેવા મજબૂર બન્યો છું. હા હવે વધતી બેરોજગારીમાં સિનિયર સિટીઝન પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. ભગવાનની દુવા છે કે હુમલો ન કર્યો.

ચેઈન તોડાતા વૃદ્ધના પત્ની પણ દોડી આવ્યા હતા.
ચેઈન તોડાતા વૃદ્ધના પત્ની પણ દોડી આવ્યા હતા.