આપઘાત:સુરતના પલસાણામાં સિમેન્ટ અને લોખંડની એજન્સી ચલાવતા વૃદ્ધે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી, કારણ અકબંધ

સુરત6 દિવસ પહેલા
ગળાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો.
  • કર્મચારીઓને વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા

સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામની સિમમાં કતારગામના એક વૃદ્ધે પોતાની રિવોલ્વોરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લોહીલુહાણ હાલતમાં કર્મચારીઓ બાલુભાઈને નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ગળાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો
કતારગામના મહાદેવ નગર સોસાયટીમાં રહેતા બાલુભાઈ નાજાભાઈ વાળા (ઉ.વ. 65) પલસાણામાં શ્યામ એન્ટરપ્રાઇઝ નામની સિમેન્ટ અને લોખંડની એજન્સી ચલાવે છે. રોજ નિત્યક્રમ મુજબ આજે બાલુભાઈ પોતાની કારમાં ધંધાની જગ્યાએ આવ્યા હતા. કર્મચારી નાસ્તો કરી પરત આવતા બાલુભાઈએ પોતાની લાઇસન્સ ગનથી ગળાના ભાગે ગોળી મારી આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા.

વૃદ્ધ કાર લઈને ધંધાના સ્થળે આવ્યા હતા.
વૃદ્ધ કાર લઈને ધંધાના સ્થળે આવ્યા હતા.

આપઘાતનું કારણ જાણી શકાયું નથી
લોહીલુહાણ હાલતમાં કર્મચારીઓ બાલુભાઈને નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બાલુભાઈના આપઘાતનું કારણ જાણી શકાયું ન હતું. પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધંધાના સ્થળે જ વૃદ્ધે આપઘાત કરી લીધો.
ધંધાના સ્થળે જ વૃદ્ધે આપઘાત કરી લીધો.

દીકરાઓ બહાર ગામ ફરવા ગયા છે
પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્નેહી મિત્રોએ જણાવ્યું હતું કે શાંત અને પ્રેમાળ સ્વભાવના બાલુભાઈ શ્રીમંત હતા. દીકરાઓ બહાર ગામ ફરવા ગયા છે. અમરેલી સાવરકુંડલા પાસેના બાઢડા ગામના રહેવાસી હતા. જમીન લે વેચના કામકાજ સાથે પણ સંકળાયેલા હતા. કોઈ આર્થિક સમસ્યા ન હતી. આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સમાજના કોઈ પણ વ્યક્તિ બાલુભાઈના આપઘાતની વાતને માનવા તૈયાર નથી.