• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Young Man Jumped From The Bridge Into The River Tapi, Saw The Death In Front Of Him, Grabbed The Pillar And Sat For An Hour, Finally Saved By Fire Department

...અને પછી જીવ વ્હાલો લાગ્યો:બ્રિજ પરથી યુવક તાપી નદીમાં કૂદ્યો, મોતને નજર સામે જોઈ પિલર પકડી એક કલાક બેઠો, આખરે ફાયરે બચાવ્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી નદીમાં કૂદી જનાર યુવકને ફાયર વિભાગે સહીસલામત બહાર કાઢ્યો (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
તાપી નદીમાં કૂદી જનાર યુવકને ફાયર વિભાગે સહીસલામત બહાર કાઢ્યો (પ્રતિકાત્મક તસવીર).
  • પિલર પકડી યુવકે મામાને ફોન કરી આખી ઘટના સંભળાવતા પરિવાર ફાયર સાથે દોડી આવ્યું

રવિવારની રાત્રે મોતને વ્હાલું કરવાના ઈરાદે સુરતમાં કાપોદ્રા-ઉતરાણ બ્રિજ ઉપરથી તાપી નદીમાં ભુસ્કો મારનાર ઈસમને એક કલાક બાદ ફાયરના જવાનોએ હેમખેમ બચાવી લીધો હતો. પાણીમાં પડ્યા બાદ મોતને પોતાની નજર સામે જોઈ વ્હાલી જિંદગીને બચાવવા પાણીમાં જ હાથ પગ મારનાર યુવકે પાણીમાં બ્રિજના પિલરને પકડીને મામાને ફોન કરતા આખી ઘટના સાંભળાવતા પરિવારે ભાગદોડ કરી યુવકને બચાવી લીધો હતો.

રાત્રે કાપોદ્રા-ઉતરાણ બ્રિજ પરથી યુવકે ભુસ્કો માર્યો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે 12.23 કલાકની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી એક યુવકે ભુસ્કો માર્યો હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેના મામા પણ સ્થળ ઉપર હાજર હતા. યુવક કારિગલ ચોક પાસેની ચક્રતા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું.

ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા.
ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા.

પોતાનો જીવ વ્હાલો લાગતા બચવાના પ્રયત્નો કર્યા
ફાયર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે યુવકે તાપી નદીમાં ભુસ્કો માર્યા બાદ પાણીમાં ડૂબી રહ્યો હતો. જોકે મોતને વ્હાલું કરવાનો ઈરાદો હોવા છતાં પાણીમાં પડ્યા બાદ તેને પોતાનો જીવ વ્હાલો લાગતા બચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પાણીમાં જ આમ તેમ હાથ પગ મારવા લાગ્યો હતો. ત્યારે બ્રિજનો પિલર તેના હાથમાં આવી ગયો હતો. પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો. આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો.

યુવકના મામા ફાયર વિભાગને લઈને પહોંચ્યા હતા (પ્રતિકાત્મક તસવીર).
યુવકના મામા ફાયર વિભાગને લઈને પહોંચ્યા હતા (પ્રતિકાત્મક તસવીર).

માનસિક બીમારીના લીધે પગલું ભર્યું હોય તેવી શક્યતા
યુવકે પોતાના મોબાઇલમાંથી તેના મામાને કોલ કર્યો હતો. પાણીમાં પડ્યા છતાં સદનસીબે તેનો મોબાઈલ પણ ચાલુ રહ્યો હતો. કોલ કરીને તે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો તે બાબતે જણાવ્યુ હતું. જેથી ફાયર સ્ટેશન નજીમાં જ હોવાથી તેના મામા તાત્કાલિક ફાયર સ્ટેશન પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે જણાવતા અમે ફાયરના જવાનો સાથે સમયસર સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને યુવકને સહીસલામત બહાર કાઢી લીધો હતો. યુવક માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે. માનસિક બીમારીના લીધે તેણે આ પગલું ભર્યું હોય તેવી શક્યતા દેખાય રહી છે.