અકસ્માત મોત:સુરતમાં કતારગામ-અમરોલી બ્રિજ પર બાઈકના અકસ્માતમાં યુવકને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ યુવકનું મોત. - Divya Bhaskar
માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ યુવકનું મોત.
  • યુવકને કામ પરથી પોતાના ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો

સુરતમાં કતારગામ-અમરોલી બ્રિજ પર અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતો યુવક કામ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અકસ્માત થતાં મોતને ભેટ્યો હતો. કતારગામ-અમરોલી બ્રિજ પર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. બ્રિજ પર મૃતદેહ પડેલો હોવાથી થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે કેમ એ અંગે તપાસ
કતારગામની ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ચૌધરી નામનો યુવક કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. ડ્રાઇવર તરીકે કામ કરતો જીગ્નેશ પોતાની બાઈક લઈને કતારગામ-અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તે ત્યાં નીચે પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે બાઈક સ્લીપ થઈ છે તે અંગે તપાસ શરૂ કરી હતી.

પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી.
પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી.

અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી
જીગ્નેશ ચૌધરીના પરિવારજનોએ જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. જીગ્નેશ ચૌધરીની ઉંમર 45 વર્ષની છે અને તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે કેમ. જીગ્નેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. અમને જ્યારે માહિતી મળી ત્યારે જીગ્નેશ ઘટનાસ્થળ પર જ મોતને ભેટ્યો હોવાનું માલુમ પડ્યું હતું.