બ્રાંન્ડેડ ચીજવસ્તુઓની ચોરી:ડુમસ સેન્ટ્રલ મોલમાં 2.73 લાખની બ્રાન્ડેડ આઈટમો ચોરી શખ્સ ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 કલાક, 24 મિનિટ પછી શૂટ-બૂટ પહેરી તૈયાર થઈ હાથમાં ટ્રોલી બેગ લઈ કોઈ ટૂરમાં જવાનો હોય તેવી રીતે નીકળી ગયો

ડ઼ુમસ રોડના સેન્ટ્રલ મોલમાં એખ ચોર ટ્રેક પેન્ટ, ટી શર્ટ ઉપર શર્ટ પહેરીને આવ્યો હતો. 2 કલાક અને 24 મિનીટ પછી શૂટ-બૂટમાં તૈયાર થઈ હાથમાં ટ્રોલી બેગ લઈ જાણે ટુરમાં જવાનો હોય તેવી રીતે નીકળી મોપેડ પર રફુચક્કર થયો હતો. સૌથી નવાઇની વાત એ છે કે ચોરએ પહેલા તેના કપડા કાઢી નાખી મોલમાંથી ચોરી કરેલા કપડા પહેરી બહાર નીકળ્યો હતો. એટલું જ નહિ ચોરએ તેની મનપસંદ ચીજવસ્તુઓની જ ચોરી કરી હતી.

હાલમાં આ બનાવ અંગે સેન્ટ્રલ મોલના ઓપરેશન મેનેજર રાહુલ કિશોર શિતપુરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે 2.73 લાખની ચોરીનો ગુનો નોંધી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલમાં 20 થી 22 વર્ષનો ચોર બહાર નીકળવાનો દરવાજો કોઈ સાધન વડે તોડી મોલમાં 2 તારીખે મધરાત્રે 1.21 વાગ્યે પ્રવેશ કર્યો અને 3.35 વાગ્યે ચોરી કરી નીકળી ગયો હતો.

મોલમાંથી અલગ અલગ બ્રાંન્ડેડના મોંઘા કપડા, ઘડિયાળો, ફૂટવેર અને ટ્રોલી બેગની ચોરી કરી હતી. પોલીસને એવી આશંકા છે કે ચોરે પહેલા મોલમાં બ્રાંન્ડેડ ચીજવસ્તુઓની દિવસ દરમિયાન ગ્રાહક બનીને રેકી કરી ગયો હોઈ શકે ! હાલમાં પોલીસે કેમેરાના આધારે ટ્રેક કરી તેના સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...