તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવસારી:90 હજારની લાંચ લેતા મામલતદાર,સર્કલ ઓફિસર,ના.મામલતદાર કલાર્ક ACBના છટકામાં ઝડપાયાં

નવસારી4 મહિનો પહેલા
પકડાયેલા ચારેય આરોપીઓએ અગાઉ 20 હજાર લીધા બાદ 90 હજાર લેતા એસીબીના હાથે ઝડપાયા હતાં.
  • માટી ખનન અંગેની પરમીટ અને ટ્રકના બદલામાં લાંચ મંગાઈ હતી
  • 20 હજાર આપ્યા બાદ બાકીના રૂપિયા લેતા આરોપી ઝડપાયા

લોકડાઉનના સમયમાં પણ લાંચ લેવાનું અટક્યું નથી. નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે 90 હજારની લાંચ લેતા ચાર આરોપી ઝડપાયાં છે. માટી ખનન અંગેની પરમીટ મેળવી છૂટક માટી વેચાણ કરવાનો ધંધો કરતાં હોય અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કર્યા હતાં. તે ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસેથી અગાઉ 20 હજાર લેવામાં આવ્યા હતાં. કુલ 1,10,000 નક્કી કરવામાં આવ્યાં હતાં. બાકીના 90 હજાર ફરિયાદી આજે આપતી વખતે એસીબીની છટકામાં આરોપી ઝડપાઈ ગયાં હતાં. હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીના નામ ઠામ અને હોદ્દો

(૧) યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર,વર્ગ- ૨ ,નવસારી ગ્રામ્ય, રહે. મામલતદાર ક્વાર્ટર, સહયોગ સોસાયટી, લુન્સીકુઇ રોડ, નવસારી (૨) શૈલેષભાઇ એ. રબારી, સર્કલ ઓફિસર, વર્ગ- ૩ ,રહે. બી/૪૦૩, સુરભી કોમ્પલેક્ષ, પરમેશ ડાયમંડની બાજુમાં, સીંધી કેમ્પ રોડ, નવસારી  (૩) સંજય ઇશ્વરભાઇ દેસાઇ, નાયબ મામલદાર, મહેસુલ વર્ગ- ૩,રહે. સી/૪૦૨, સુરભી કોમ્પલેક્ષ,   પરમેશ ડાયમંડની બાજુમાં, સીંધી કેમ્પ રોડ, નવસારી  (૪) કપિલ રસીકભાઇ જેઠવા, કલાર્ક, નવસારી ગ્રામ્ય  મામલતદારની કચેરી નવસારી  વર્ગ- ૩,રહે. એ/૫, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ સુરત 

20 હજાર અગાઉ અપાયા હતા

ફરીયાદીએ માટી ખનન અંગેની પરમીટ મેળવી છુટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હોય અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કરેલ હતા તે ટ્રકો છોડાવા માટે ફરીયાદી આ કામના આરોપી નં. (૧)યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર,વર્ગ- ૨ ને મળતા તેઓએ આરોપી નં. (૨) શૈલેષભાઇ એ. રબારી, સર્કલ ઓફિસર, વર્ગ- ૩ને મળી વ્યવહારની લેવડદેવડ કરી લેવા જણાવતા ફરીયાદી આરોપી નં. (૨)શૈલેષભાઇ એ. રબારી, સર્કલ ઓફિસર, વર્ગ- ૩ને મળતા તેઓએ આ કામે રૂ.1,10,000 ની લાંચની માંગણી કરેલ અને જે-તે વખતે આરોપી નં. (૨)શૈલેષભાઇ એ. રબારી, સર્કલ ઓફિસર, વર્ગ- ૩ના કહેવાથી આરોપી નં. (૩)સંજય ઇશ્વરભાઇ દેસાઇ, નાયબ મામલદાર, મહેસુલ વર્ગ- ૩ નાઓને ફરીયાદીએ રૂ.20,000 લાંચ પેટે આપેલા અને બાકીના રૂ. 90,000 આપવાના બાકી હોય, અને આરોપી નં (૧), (૨) અને (૩) નાઓ એકબીજાની મેળાપીપણામાં રૂ. 90,000 લાંચ પેટે માંગણી કરતા હતા .

છટકામાં આબાદ આરોપી ઝડપાયા  

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આ કામના આરોપી નં. (૧) નાએ ફરીયાદીને લાંચની રકમ આરોપી નં. (૨) નાઓને આપવા જણાવતા ફરીયાદી આરોપી નં. (૨) નાઓને મળતા આરોપી (૨) નાએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી અને તે લાંચની રકમ રૂ. 90,000 આરોપી નં.(૩) ને આપવા જણાવી આરોપી નં. (૩) નાઓએ લાંચની રકમ સ્વીકારી આ લાંચની રકમ આરોપી નં. (૪) ને આપી એકબીજાની મદદગારી કરી પકડાઈ ગયાં હતાં. હાલ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો