તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પર કાર ચઢાવી દેવાના મામલે નવો વળાંક:લાજપોર જેલમાં બંધ માલ્યાએ સલીમ પાસે દારૂ મંગાવ્યો હતો

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ પર હુમલાે કેસ: સલીમને 3 દિવસના રિમાન્ડ

પોલીસ પર કાર ચઢાવી દેવાના મામલે નવો વળાંક સામે આવ્યો છે. સવા બે લાખનો વિદેશી દારૂ મંગાવનાર કુખ્યાત બુટલેગર ફિરોઝ ફુટવાલા અને નિરંજન માલ્યાનું નામ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. જયારે નિરંજન માલ્યા તો હાલમાં લાજપોર જેલમાં છે તો પછી તેણે દારૂનો ઓર્ડર જેલમાં બેસીને આપ્યો છે કે કેમ આ ગંભીર મુદ્દાની તપાસ કરાય તો ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે.

શનિવારે સાંજે દારૂ ભરેલી કારને અટકાવવા જતા લિસ્ટેડ બુટલેગર સલીમ ફુટવાલાએ પોલીસકર્મી મયુરદાન ગઢવીની પર કાર ચઢાવી દીધી હતી. હાલમાં તેની હાલત ગંભીર છે. કારમાંથી 2.19 લાખનો વિદેશી દારૂ મળ્યો હતો. અગાઉ વિજીલન્સની ટીમ પર થયેલા હુમલા મામલે વરાછા પોલીસે નિરંજન માલ્યાની ધરપકડ કરી લાજપોર જેલમાં ધકેલ્યો હતો. પકડાયેલા સલીમ ફુટવાલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. દારૂનો જથ્થો નવસારી હાઇવેની નાજ હોટેલ પાસે સંજય મારવાડી પાસેથી લાવ્યો હતો.

કારમાં સલીમની સાથે બેઠેલો ઝુબેર અન્સારી પણ ફરાર છે. પોલીસે હત્યાની કોશિશનો ગુનો સલીમ ફુટવાલા અને ઝુબેર અન્સારી સામે દાખલ કર્યો છે તો બીજી તરફ પ્રોહિબિશનનો ગુનો ફિરોઝ, સલીમ, ઝુબેર, નિરજંન અને સંજય સામે દાખલ કર્યો છે.

લાજપોર જેલમાં ટોઈલેટ પાસેથી 2 મોબાઈલ મળ્યા
સચિનની લાજપોર જેલમાંથી મોબાઇલ મળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. વધુ 2 મોબાઇલ જેલમાંથી મળ્યા છે. પોલીસે જેલર દેવશી કંરગીયાની ફરિયાદ લઈ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશકની ઝડતી સ્કવોર્ડે તા.13મીએ બપોર પછી લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા યાર્ડ નં-એ-6 અને એ-7ના પાછળના ભાગે ટોઇલેટના નિકાલ માટેની કુંડી પાસેથી 2 બિનવારસી મોબાઇલ મળ્યા હતા. આ યાર્ડમાં કાચા કામના કેદીઓ રહે છે. મોબાઇલમાં સીમ કાર્ડ મળ્યો ન હતો અને IMEI નંબર ઘસી નાખ્યો હતો. બંને ફોન પોલીસે કબજે કરી FSLમાં મોકલ્યા છે. ગત 20મી ઓકટો.એ લાજપોર જેલમાં નારાયણ સાંઇ સહિત 5 પાકા કામના કેદી સામે ફોન મળવાની ઘટનામાં ગુનો દાખલ થયો હતો. 17 ડિસેમ્બરે જેલના રસોઈ ઘર અને દવાખાના તરફના રોડ પર બદામના ઝાડ પાસે પ્લાસ્ટીકની થેલીમાંથી 3 ફોન, ચાર્જર અને 10 બુધાલાલ તમાકુની પડીકી મળી આવી હતી. ત્યાર પછી પાકાકામના કેદી તારીક સૈયદે વેપારીને 30 લાખ માટે જેલમાંથી ધમકી આપી હતી. ક્રાઇમબ્રાંચમાં પાકાકામના કેદી વિરુધ્ધ ગુનો પણ દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો