કોરોના સુરત LIVE:દિવાળીના તહેવારો બાદ કોરોના વકર્યો, સિટીમાં 4 અને જિલ્લામાં 3 નવા કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત17 દિવસ પહેલા
તમામ નાગરિકોને રસી મળે તે પ્રકારની વ્યવસ્થાની સાથે સાથે નિયમો કડક કરાયા છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 27 થઈ

સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યો છે. આજે શહેરમાં4 અને જિલ્લામાં 3 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,985 થયો છે. આજથી મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143985 થઈ
શહેરમાં 04 અને જિલ્લામાં 03 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143985 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 01 સહિત 03 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141842 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 27 થઈ છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 127 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 13 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 181 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

વેક્સિન તમામ લોકો લે-પાલિકા કમિશનર
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેરના તમામ લોકો સુરક્ષિત થાય તેવી અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. કોરોના સામેની લડાઈમાં આપણે વેક્સિનના ખૂબ જ આવશ્યક છે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, હજી પણ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે સ્વયંભૂ રીતે તત્પર બન્યા નથી. શરૂઆતના તબક્કામાં તો વેક્સિનેશન સેન્ટર ઉપર લાંબી કતારો પણ લાગતી હતી. પરંતુ અત્યારે તો એવી કોઈ સ્થિતિ પણ નથી, છતાં પણ લોકો ખૂબ ઉદાસીન રહે છે. અમારા તમામ વિભાગો દ્વારા તો પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. પણ હું અંગત રીતે માનું છું કે, લોકોએ પોતાની જવાબદારી સમજીને લઈ લેવી જોઈએ. કોરોના સામે તેઓ પોતે જ સુરક્ષિત થશે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ઘણી વખત અમારા અધિકારીઓ લોકોને પૂછતા હોય છે કે,વેક્સીન ન લેવા પાછળનું કારણ શું છે. તો પણ તેમની પાસે કોઇ યોગ્ય ઉત્તર રહેતો નથી.

રસીના બે ડોઝ ફરજિયાત