પોલીસની રેડ:સુરત પલસાણાના દસ્તાન ગામે નકલી ચલણી નોટો બનાવતો શખ્સ ઝડપાયો, 500ના દરની 398 નોટ કબ્જે

સુરતએક મહિનો પહેલા
મકાનમાં જ પ્રિન્ટરથી નકલી નોટ બનાવતો હતો.
  • નકલી નોટ, પ્રિન્ટર મશીન અને અન્ય સામગ્રી કબજે કરવામાં આવી

સુરત જિલ્લાના પલસાણાના દસ્તાન ગામે નકલી ચલણી નોટો બનાવતો શખ્સ ઝડપાયો છે. પલસાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી બનાવતી ચલણી નોટો બનાવતા શખ્સની અટકાયત કરી છે.

પોલીસે બાતમી આધારે રેડ કરી
સુરત જિલ્લાના પલસાણાના દસ્તાન ગામે આવેલી શિવ નગર રેસિડેન્સીના મકાનમાં 500ના દરની નકલી ચલણી નોટો બનાવવામાં આવતી હતી. જેની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને પલસાણા પોલીસે રેડ કરી હતી. જેમાં લક્ષ્મણરામ વરજાગારામ પુરોહિત નકલી નોટ બનાવતો ઝડપાયો હતો.

500ના દરની નકલી નોટ બનાવવામાં આવતી હતી.
500ના દરની નકલી નોટ બનાવવામાં આવતી હતી.

પ્રિન્ટર મશીન કબજે કરાયું
પોલીસે મકાનમાંથી ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને 500ના દરની 398 નોટ મળી આવી હતી. આ સાથે એક પ્રિન્ટર મશીન અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.