તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:‘150 બિલિયન US ડોલરના લક્ષ્યાંક માટે સુરતને ગાર્મેન્ટીંગ હબ બનાવો’, ટેક્સટાઈલ સેક્રેટરીના સૂચન સામે ઉદ્યોગકારોની માંગણી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોન્ફડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપુરે 150 બિલિયન યુએસ ડોલરનું ગ્લોબલ એમએમએફ માર્કેટ હાંસલ કરવા ઉદ્યોગકારોને સૂચન કર્યુ છે. જે માટે 5 ટેક્સટાઈલ પાર્ક અને ઈન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ પ્રમાણેની લેબોરેટરી સ્થાપવા આશ્વાસન આપ્યું છે. જોકે, સુરતના આગેવાનોનો મત છે કે, સુરતને ગાર્મેન્ટીંગ હબ બનાવવા માટે પગલાં લેવામાં આવે તથા પ્રોસેસિંગ અને વીવીંગ ઈન્ડસ્ટ્રિઝને પૂરતું ફંડિંગ આપવામાં આવે તો ધારણાં પ્રમાણેનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય તેમ છે.

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરીના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2025 થી 2030 સુધીમાં એમએમએફ (મેન મેઈડ ફાઈબર) ટેક્સટાઇલ વિશ્વનું 84 ટકા જેટલું માર્કેટ ધરાવી શકે તેમ છે. વૈશ્વિક માર્કેટમાં એમએમએફ ટેક્સટાઇલની ડિમાન્ડ આવનારા સમયમાં કોટન કરતા વધુ રહેવાની સંભાવનાઓ છે. જેના માટે ભારત સરકાર વૈશ્વિક બજારમાં પોતાનો ફાળો વધારવા માટે વિવિધ પોલીસીઓનું નિર્માણ કરી રહી હોવાનું રવિ કપૂરે કોન્ફરન્સમાં જણાવ્યું છે. કોરોનાના કારણે એમએમએફ સેક્ટરનું ફાઈબર-ફેબ્રિક્સનું એક્સપોર્ટ 40 થી 60 ટકા ડાઉન છે.

આ અંગે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી જણાવે છે કે, એમએમએફ સેગમેન્ટમાં સુરત દેશના કુલ ઉત્પાદનમાં 65 ટકાનો ફાળો ધરાવે છે. એમએમએફનું વૈશ્વિક માર્કેટમાં ફાળો વધારવો હોઈ તો સુરતને ગાર્મેન્ટીંગ હબ બનાવવા સરકારે પગલાં લેવાની જરૂર છે. આ ઉપરાંત પ્રોસેસિંગ અને વીવીંગ ઈન્ડસ્ટ્રિઝને વધુ ફંડિંગ મળે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો