આક્ષેપ:સોરઠીયા હુમલામાં ઝાલાવડીયા- કાનાણીને આરોપી બનાવો: આપ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને નેતા ઘટના સ્થળથી 50 ફૂટના અંતરે જ હાજર હતા

મનોજ સોરઠીયા પર જે હુમલો થયો એ હુમલાની FIR માં પોલીસ દ્વારા ઘણી બધી ખામીઓ રહી ગઈ હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો. આપના કહેવા પ્રમાણે મનોજ સોરઠીયા લોહીલુહાણ થઈ ગયા હતા. માથામાં ટાંકા આવ્યા છે અને મરતા મરતા બચ્યા છે તો 120B અને 307ની કલમ ફરજિયાતપણે લાગવી જોઈએ. છતાં પણ IO દ્વારા આ કલમ લગાવવામાં આવી નથી.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી અને કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા બંને ઘટના સ્થળથી 50 ફૂટ અંતરે હાજર હતા.કિશોર કાનાણી અને વી ડી ઝાલાવાડીયા બંને ઘટના સ્થળથી 50 ફૂટ અંતરે હાજર હતા, બાબત FIRની અંદર જણાવવામાં આવી હતી, તો પણ આરોપી તરીકે તેમના નામ જોડવામાં આવ્યા નથી.

પોલીસને વિનંતી કરવામાં આવી હતી કે 307 અને 120B એડિશનલ સેક્શન ઉમેરી દે અને બાકી બે જે ઈસમો હતા એમના નામ આરોપી તરીકે ઉમેરી દે.CRPC 164 મુજબ તાત્કાલિક ધોરણે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવાવું જોઈએ તે પણ પોલીસ દ્વારા લેવડાવ્યું નથી.

વધુમાં કહેવાયું હતું કે અમે મહેનતી લોકો છીએ, ઈમાનદાર લોકો છીએ, દેશભક્ત લોકો છીએ, અમે કાયર લોકોથી ડરતા નથી અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા અમારી સાથે રહેશે.મનોજ સોરઠીયા ઉપર જે હુમલો થયો હતો તે કાયરતાની નિશાની છે.

ભાજપ એ કાયરતાનું પ્રદર્શન કર્યું છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા કાયર લોકો જોડે ન હોય.પોલીસે સંવિધાન બચાવવાની શપથ લીધી છે, ભાજપને બચાવવાની નહી.અમારી માંગણી છે કે સીસીટીવી ફૂટેજ અને વિડિયો ફૂટેજને ધ્યાનમાં રાખીને પોલીસ આગળ કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહા મંત્રી સોરઠીયા પર સીમાડા જકાતનાકા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સોરઠીયા લોહી લુહાણ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...