• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mahidharpura Police Station To Be Demolished For Metro Underground Station, Protest Against Demolition Of Cobbler's Move

કામગીરી શરૂ:મેટ્રોના ભૂગર્ભ સ્ટેશન માટે મહિધરપુરા પોલીસ સ્ટેશન તોડાશે, મોચીની ચાલ તોડવા સામે વિરોધ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજમાર્ગ ઉપર ભૂગર્ભ સ્ટેશન માટે જમીન સંપાદન સરવે પ્રક્રિયા શરૂ
  • ભાગળ જંક્શનના બદલે હવે મસ્કતિ હોસ્પિટલની બાજુમાં ભૂગર્ભ સ્ટેશન બનશે

મેટ્રો રેલ પ્રોજેક્ટના ચોકથી કાપોદ્રા સુધી અન્ડરગ્રાઉન્ડ રૂટના નિર્માણ અંતર્ગત રાજમાર્ગ ઉપર સ્ટેશન બનાવવાની કવાયતના ભાગરૂપે જીએમઆરસીએ જમીન સંપાદન માટે સરવેની કામગીરી શરૂ કરી છે. મસ્કતિ હોસ્પિટલની બાજુમાં મેટ્રોનું ભૂગર્ભ સ્ટેશન બનાવશે. આ કામગીરી માટે મોચીની ચાલ તથા મહિધરપુરા પોલીસ સ્ટેશનના મકાન ઉપર વિકાસની કાતર ફરે તેવી તૈયારી કરાઈ છે. આ અંગે જીએમઆરસીએ પોલીસ મથકનું નવું મકાન તેની પાછળની જ જમીનમાં બનાવી આપવાની પણ તૈયારી દર્શાવી છે. આ કવાયત અંગે સ્થળ પર તમામ સરવે પ્રક્રિયા પુરી કરી દેવાઇ છે.

લાઇન-1ના ચોકબજારથી કાપોદ્રા સુધીના 6.47 કિમી લાંબા અન્ડરગ્રાઉન્ડ સૂચિત રૂટ માટે ભાગળ નજીક સ્ટેશન બનાવવાનું આયોજન હતું. જોકે ગીચ ટ્રાફિક સમસ્યાના લીધે ભાગળ જંકશનના બદલે મસ્કતિ હોસ્પિટલ પાસે મેટ્રો સ્ટેશન બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે ઇજારદાર જે. કુમાર કંપનીએ સોઇલ તથા પાઇલનું કામ પૂર્ણ કરતા હવે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું કામ ચાલુ થશે. નડતરરૂપ મકાનોનું સરવે થયા બાદ હવે જીએમઆરસીએ મસ્કતિ હોસ્પિટલની સામેની મોચીની ચાલ તથા મહિધરપુરા પોલીસ સ્ટેશનની જમીન સંપાદન કરવા સરવેની કવાયત શરૂ કરી છે.

જીએમઆરસીના અધિકારીએ કહ્યું કે, મોચીની ચાલનો સરવે પુરો થયો છે. આશરે 45 મીટરના કટમાં મહિધરપુરા પોલીસ મથક અસરમાં હોવાથી તોડી પડાશે. પોલીસ સ્ટેશનની 926 સ્ક્વેર મીટર જમીન લાઇનદોરી હેઠળ કપાતમાં જઇ શકે છે. મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થતાં પોલીસ મથકની પાછળ નવું પોલીસ મથક બનાવી અપાશે.

વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વિરોધ કરીશું
મોચીની ચાલમાં અમારી ચોથી પેઢી રહેતી આવી છે. ધંધા-રોજગાર પણ જોડાયેલાં હોવાથી તંત્ર જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું. - રાજેશ ચૌહાણ, રહીશ

અન્ય સમાચારો પણ છે...