હોબાળો:ફી બાકી હોય તેવા 70 વિદ્યાર્થીને મહેશ્વરી સ્કૂલે કસોટીમાં બેસવા નહીં દેતાં હોબાળો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અને ડીઇઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડતાં બેસવા દેવાયા

પરવટ પાટિયાસ્થિત આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં 70 વિદ્યાર્થીઓને પહેલી કસોટીમાં બેસવા ન દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને કારણે પોલીસ અને ડીઇઓ દોડતા થયા હતા. મામલો થાળે પડતાં સ્કૂલે બેસવા દીધા હતા. વાલી આનંદ કુમારે કહ્યું કે, મારી દિકરી સહિતના 70 વિદ્યાર્થીઓની ફી બાકી હતી. એવામાં સ્કૂલે કસોટીમાં બેસવા દીધા ન હતા. જેથી અમે હોબાળો મચાવ્યો હતો. પોલીસની મધ્યસ્થી બાદ વિદ્યાર્થીઓને બેસવા દીધા હતા.

પગાર ચુકવવામાં મુશ્કેલી પડે છે
બે વર્ષથી 7 વાલીઓએ ફી ભરી ન હતી. આ વાલીઓએ અન્ય બાળકોને પણ પહેલી કસોટીમાં જતા અટકાવી હોબાળો મચાવ્યો હતો. જેથી અમારે ના છૂટકે પોલીસ બોલાવવી પડી. કોરોનાને કારણે આર્થિક સંકટ અનુભવતા વાલીઓને અમે મદદ કરી હતી, પણ હવે અમને પગાર ચૂકવવામાં તકલીફ પડી રહી છે. > રાનીદાન ગાંધી, ટ્રસ્ટી, આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલ

તપાસ પૂર્ણ થયા પછી કાર્યવાહી થશે
અમારી સૂચના પછી સ્કૂલે પહેલી કસોટી લીધી છે. બુધવારે ઇઆઇ અને એડીઆઇ આખી ઘટનાની તપાસ કરી રિપોર્ટ બનાવશે અને ત્યાર બાદ કાર્યવાહી કરાશે. > એચ. એચ. રાજ્યગુરુ, ડીઇઓ, સુરત

પહેલી કસોટીમાં 98% હાજરી, 10% વિદ્યાર્થી કોપી કરતા પકડાયા
સોમવારે શરૂ થયેલી ધો. 9થી 12ની પહેલી કસોટીમાં પહેલા દિવસે પરીક્ષામાં 98% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બે વર્ષ પછી કસોટી લેવાતાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ બગડ્યાની ફરિયાદ સંભળાઇ છે. ટિચર, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આખું પ્રશ્નપત્ર તો આવડતું હતું, પણ સમય ઓછો પડ્યો. જેનું કારણ વિદ્યાર્થીઓની લખવાની સ્પીડ ઘટી હતી. ઘણા વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને પુછી લખતા જોવા મળ્યા હતા. કાપલી લઇ પરીક્ષામાં ચોરી કરતાં 10 ટકા જેટલાં વિદ્યાર્થીઓ પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...