તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Maharashtrian Woman Caught Fleeing Home With Rs 4.50 Lakh Including Cash Jewelery In Just Two Months Of Marriage In Surat

લૂંટેરી દુલ્હન ઝડપાઈ:સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ

સુરત7 દિવસ પહેલા
એક જગ્યાએથી છૂટી થઈ બીજી જગ્યાએ લગ્ન કરનારી મહિલાને પોલીસે ઝડપી લીધી છે.(ફાઈલ તસવીર)
  • મહારાષ્ટ્રીય મમતા રત્નકલાકારને પોતાની જાળમાં ફસાવી રૂપિયા લઈને નાસી ગઈ હતી

સુરતમાં થોડા દિવસો પહેલા લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે લૂંટરી મૂળ મહારાષ્ટ્રની મમતા નામની દુલ્હનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

ડિવોર્સ લેવાના હોવાથી લગ્ન કરેલા
સરથાણામાં શ્યામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. છ મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે.

દુલ્હન ફરાર થઈ જતા યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દુલ્હન ફરાર થઈ જતા યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રોકડ અને દાગીના લઈને જતી રહેલી
નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા. 7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરુ હોય નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. તારીખ 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. આ મામલે તપાસ કરતા તેનો ફોન પણ બંધ હતો. જેથી નરેશભાઈએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેને ઝડપી પાડવામાં સફળ થઈ છે.

મહારાષ્ટ્રીયન મહિલાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રીયન મહિલાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ગુનો દાખલ કર્યો
પત્ની દાગીના લઈને ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડતા નરેશ ભાઈએ તેઓના સબંધી હરસુખભાઈને ત્યાં તપાસ કરી હતી. પરંતુ હરસુખને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું. પરંતુ નરેશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા. આ મામલે નરેશ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.