મહારાષ્ટ્રના નંદુરબારના એક ગામ પંચાયતના સભ્યને 25 થી વધુ ઘા મારી પતાવી દેવાની કોશિશ કરાઈ હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો. ડુપ્લીકેટ રાશન કાર્ડને લઈ પોલીસ ફરિયાદ કરતા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ મોબાઈલ માં રિચાર્જ કરતા તુલસીદાસ ગાવીત પર હુમલો કરનારા બન્ને ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
કોઈતાના ઘા ઝીંકાયા હતા
સદાશિવ (ઇજાગ્રસ્તના ભાઈ) એ જણાવ્યું હતું કે, હુમલો સોમવારની સાંજે જોરખાનાલી ગામ નંદુરબારમાં થયો હતો. ભાઈ તુલસીદાસ મોબાઈલમાં રિચાર્જ કરતા હતા ત્યારે હુમલાખોર હરીસ અને સુનિલ નામના બે ઈસમોએ પાછળ થી હુમલો કરી માથા, ગરદન, છાતી, સહિતના ભાગે 25-30 કોઈતાના ઘા મારી ભાગી ગયા હતા. ઘર આંગણે જ લોહીના ખાબોચિયામાં પડેલા ભાઈને જોઈ પરિવાર ભાન ગુમાવી બેઠું હતું. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સુરત લઈ જવાની સલાહ અપાઈ હતી. એટલે તાત્કાલિક ભાઈ ને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા દાખલ કરાયા છે.
પોલીસ ફરિયાદ કરાતા હુમલો
હુમલા પાછળ ડુપ્લીકેટ રાશન કાર્ડ બનાવનારા સામે પોલીસ ફરિયાદ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. હરિસ અને સુનિલ પોલીસ કસ્ટડીમાંથી છૂટતા જ ભાઈ પર હુમલો કર્યો છે. તુલસીદાસ ને પતાવી દેવાના ઇરાદે નિર્દયતાપૂર્વક ઘા મરાયા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.