તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાણે મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી હોય તેમ હસતો દેખાતો આ ફોટો એસીબીના લાંચ કેસમાં પકડાયેલાે એએસઆઈ મહાદેવ કિશનરાવ સેવઇકરનો છે. ઓઇલના વેપારી પાસેથી 4.50 લાખની રકમ લાંચ પ્રકરણમાં એસીબીના છટકામાં જમાદાર મહાદેવ પકડાયો પછી પણ તેના મોઢા પર કોઈ જાતનો અફસોસ દેખાતો ન હતો ઉલ્ટાનું તે બિન્ધાસ્ત હોય એવું ફોટા પરથી દેખાય આવે છે.
મહાદેવ સેવઇકર 1988માં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોઇન્ટ થયો ત્યારે પગાર 800 થી 900 રૂપિયા માસિક હતો પછી હેડ કોન્સ્ટેબલ અને હાલમાં એએસઆઈ બની ગયો છે. આજે તેનો પગાર 35 હજાર છે. તેની ઉંમર 55 વર્ષની છે અને રિટાયર થવાના 3 વર્ષ બાકી છે. લાંચિયો એએસઆઈ મહાદેવ કિશનરાવ પાંડેસરામાં પિયુષ પોઇન્ટ પાસે કર્મયોગી સોસાયટીમાં બે પ્લોટ ભેગા કરી 3 માળના આલિશાન બંગલામાં રહે છે.
બંગલામાં લીફટ પણ છે. બંગલાની વેલ્યૂ ગણવામાં આવે તો આશરે દોઢ કરોડની આસપાસ છે. 32 વર્ષની નોકરીમાં મોટેભાગે તેણે આર.આર.સેલ અને અન્ય મલાઇદાર બ્રાંચોમાં નોકરી કરી છે. હાલમાં રેન્જ ઓપરેશન ગૃપમાં સુરત જિલ્લામાં ફરજ બજાવે અને મૂળ નોકરી તેની પોલીસ હેડકવાર્ટર ઘલુડી છે. હજુ લાંચમાં સુરત જિલ્લા એલસીબીનો હેડ.કો.દિપેશ હસમુખ મૈસુરીયા ભાગી ગયો છે.
મહાદેવના 3થી 4 ફોનની કોલ ડિટેઇલથી મોટા ભોપાળા ખુલશે
મહાદેવ કિશનરાવ સેવઇકર 3 થી 4 મોબાઇલ રાખે છે. તે મોબાઇલ નંબરો ખરેખર તેના નામે છે કે કેમ અને કોલ ડિટેઇલ્સની જો તપાસ કરવામાં આવે તો ઘણા ભોપાળા બહાર આવી શકે છે. હજુ તેણે પરિવારના નામે મિલકતો લીધી હોવાની આશંકા છે. એસીબી આ લાંચ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરે તો ઘણી હકીકતો બહાર આવી શકે છે.
મહાદેવ અને દિપેશના ઘરે મોડી રાત સુધી સર્ચ ચાલ્યું
પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં એએસઆઈ મહાદેવ સેવઇકર, પાલનપુર ન્યુ કેનાલ રોડ પર રાજહંસ પ્લેટીનમમાં હેડ.કો. દિપેશ હસમુખ મૈસુરીયા અને ખોલવડ ગામે પંચામૃત સોસાયટીમાં વચેટિયો વિપુલ અશોક બલર રહે છે. આ ત્રણેયના ઘરે એસીબીની ટીમે શુકવારે સવારે સર્ચ કર્યુ હતું. જેમાં વિપુલની ઓફિસમાંથી 2 લાખની રોકડ મળી હતી, મહાદેવની સ્કોર્પિયો ગાડી કબજે કરી છે. લાંચિયા મહાદેવ અને દિપેશના ઘરે મોડીરાત સુધી સર્ચ ચાલ્યું હતું. મહાદેવના બંગલામાં ઘણી કિંમતી વસ્તુઓ જોવા મળી જે જોઇને સ્ટાફ પણ ચોંકી ગયા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.