તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પૂણામાં ખાડીપૂર અટકાવવા માધવબાગનો બ્રિજ તોડાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજને લીધે ખાડીના પાણીને અવરોધ ઉભો થતાં ખાડીપૂરની સમસ્યાને દૂર કરવા નિર્ણય

ચોમાસામાં લિંબાયત સ્થિત મીઠી ખાડીમાં દર વર્ષે ખાડીપૂરની સમસ્યા સર્જાય છે. જેથી આ વખતે સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ પાલિકાના અધિકારીઓને પરવટ પાટિયા માધવબાગ સોસાયટી નજીકનો જૂનો અને જર્જરિત થઈ ગયેલો બ્રિજ તોડવાની સુચના પાલિકાના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. પરવટ પાટિયા માધવ બાગ સોસાયટી નજીકના જૂના અને જર્જરિત થઇ ગયેલા બ્રિજથી ખાડીના પાણીને અવરોધ ઉભો થતા હોવાથી માધવબાગ સોસાયટીમાં પાણી ઘુસી જવાની ફરિયાદ સ્થાનિકોએ પાલિકાને કરી હતી.

ખાડીપૂરને પગલે ડી-વોટરીંગ પંપો મુકાશે
મીઠીખાડીમાં દર વર્ષે ખાડીપૂરની સમસ્યા સર્જાતી હોય છે. વર્ષ 2020માં ભારે વરસાદને લીધે મીઠીખાડી દોઢ મહિનામાં ચાર વખત ઓવરફ્લો થઈ હતી. જેથી ચોમાસા પૂર્વે ઝોન અધિકારીઓને ડી-વોટરીંગ પંપો મુકવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...