ઉદ્યોગકારોને ફાયદો:સિટેક્સમાં 250 કરોડની મશીનરી વેચાઇ, 6 મહિનામાં 1300 કરોડનું રોકાણ આવશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચેમ્બરના પ્રદર્શનમાં સૌથી વધારે ભારતીય- યુરોપિયન મશીનરીની ઇન્ક્વાયરી કરાઇ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણાના ઈન્ટરનેશનલ એકિઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ત્રિદિવસીય સિટેક્સ( સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્સ્પો 2022)નું સમાપન થયું હતું. જેમાં સિટેક્સમાં 250 કરોડની મશીનરીનું વેચાણ થયું હતું. એક્ઝિબિશનમાં મશીનરી બાબતે આવેલી ઇન્ક્વાયરી થકી આગામી 6 માસમાં શહેરમાં મશીનરીમાં 1300 કરોડનું રોકાણ કરાશે.

ચેમ્બરના 3 દિવસીય સિટેક્સ એક્ઝિબિશનમાં ભારતમાં નિર્મિત અદ્યતન ટેકસટાઇલ મશીનરી, યુરોપિયન મશીનરી તેમજ ચીન તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ, ભારતમાં માત્ર સુરત ખાતે જ ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટેનું વિશાળ એક્ઝિબિશન યોજાયું હોવાથી દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સિટેક્સ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

આથી ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા 250 કરોડથી વધુની ટેકસટાઇલ મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા. આ એક્સપો થકી આવનારા 6 મહિનામાં 1300 કરોડની મશીનરીનું સુરતમાં ઈનવેસ્ટમેન્ટ થશે.

યુરોપિયન મશીનરી આકર્ષણનું કેન્દ્ર રહી
‘ચેમ્બર દ્વારા યોજાયેલા આ 3 દિવસીય એક્ઝિબિશન થકી સુરતના ઉદ્યોગકારોને ફાયદો થશે. ખાસ કરીને યુરોપિયન મશીનરી જે ડિસપ્લે કરવામાં આવી હતી તે સુરતના ઉદ્યોગકારો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.’ *- આશીષ ગુજરાતી, ચેમ્બરના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...