તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસ અકસ્માત:સુરતમાં બેફામ લકઝરીએ ટેમ્પો અને રિક્ષાને ટક્કર માર્યા બાદ બસની રાહ જોતા શિક્ષકને કચડ્યો

સુરત23 દિવસ પહેલા
ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ.
  • અકસ્માત બાદ બસ મૂકીની ડ્રાઈવર ફરાર થઈ ગયો

પુણા પાટીયા કાંગારૂ સર્કલ પાસે પુરપાટ ઝડપે પસાર થતી લકઝરી બસે ટેમ્પોને ટક્કર માર્યા બાદ રિક્ષાને અડફેટે લઈ ડિવાઈડર પાસે બસની રાહ જોતા શિક્ષકને કચડી નાંખ્યા હતા. ગોડાદરામાં શિવપાર્કમાં રહેતા અને વ્યારાના કેડકુઈની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત રામજીભાઈ લાડુમોર(31) બુધવારે વહેલી સવારે નોકરી પર જવા પુણા પાટીયા પાસે બસની રાહ જોતા હતા. ત્યારે ઉકા તરસાડીયા યુનિ.ની લક્ઝરી બસના ચાલકે ટેમ્પોને ટક્કર માર્યા બાદ રિક્ષાને ટક્કર મારી ભરતભાઈને કચડી નાંખતા ઘટના સ્થળે જ મોત થયું હતું. સૌથી પહેલા બસની અડફેટે આવેલો ટેમ્પો પલ્ટી જતા તેમાં સવાર ભેસ્તાન આવાસના રસીદા ઈસ્માઈલ શેખ(55)અને પુત્ર રફીક(38)પણ ઘવાતા હાલ રસીદાની હાલત ગંભીર છે.શિક્ષક ભરતભાઈ રોજ વાનમાં જતા હતા પણ છેલ્લા બે દિવસથી વાન ચાલકને કામ હોવાથી બસમાં જતા હતા.

મંગળવારે જ વેક્સિન લીધી
મંગળવારે જ વેક્સિન લીધી

મંગળવારે જ વેક્સિન લીધી
શિક્ષક ભરતભાઈનું ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે રજીસ્ટ્રેશન થતા મંગળવારે જ તેમણે વેક્સિન લઈ ફોટો પડાવ્યો હતો જે અંતિમ યાદ બની ગયો હતો.

ફર્સ્ટ પર્સન - હું જીવ બચાવી દોડ્યો

હું અને ભરતભાઈ બંને બસની રાહ જોતા હતા. ત્યારે બસે ટેમ્પોને પાછળથી ટક્કર મારી રિક્ષાને ટક્કર માર્યા બાદ અમારી તરફ આવતા હું તેમજ અન્ય લોકો જીવ બચાવવા દુર દોડયા હતા. ભરતભાઈ કંઈ સમજે તે પહેલા જ બસની અડફેટે આવી ગયા હતા. - કિશોર કલસરીયા

બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ (GJ-05-Z-1402) પુણામાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. જ્યાં લોકો ઉભા રહ્યા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો.

એક બસના આગળના ટાયર નીચે ફસાયો.
એક બસના આગળના ટાયર નીચે ફસાયો.

બસની નીચે ફસાયેલો મૃતદેહ ફાયરે એરબેગની મદદથી બહાર કાઢ્યો
​​​​​​​મૃતદેહ બસના પૈડા નીચે ફસાયો હોવાથી પોલીસે મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. સામાન્ય રીતે જેકની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવે પરંતુ આ બનાવમાં બસનું બેલેન્સ બરાબર ન હોવાથી એરબેગની મદદથી બસ ઉંચી કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા.
અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

ડમ્પરે 15નો ભોગ લીધો હતો
22 દિવસ પહેલા કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.

કાર પલટી મારી જતા એકને સામાન્ય ઈજા.
કાર પલટી મારી જતા એકને સામાન્ય ઈજા.

અન્ય એક અકસ્માતમાં કાર ઉંઘી મળી
સુરત શહેરના વેસુ વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી સ્વિફ્ટ કાર(GJ-05-JD-5556) સર્વિસ રોડ પર ચડી જઈ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર પલટી મારી ગઈ હોવાને લઈને લોકો એકઠાં થઈ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો