ભાસ્કર વિશેષ:લેબગ્રોન ડાયમંડથી બની રહી છે લક્ઝુરિયસ એસેસરિઝ 1 હજાર હીરાથી તૈયાર થાય છે 2 લાખનું આઈફોનનું કવર

સુરત19 દિવસ પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • સુરતમાં લેબગ્રોન હીરાથી સ્માર્ટ વોચના કવર, ચશ્માનું ઉત્પાદન થઇ રહ્યું છે

સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના 2500થી વધારે મશીનો છે. જ્યારેથી 400થી વધારે લેબગ્રોન ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ યુનિટ કાર્યરત છે.

નેચરલ ડાયમંડની સાથે સાથે વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાંથી બનતી જ્વેલરીની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના જ્વેલરી ઉત્પાદકો દ્વારા હવે લેબગ્રોન ડાયમંડમાંથી પણ લક્ઝરિયસ એસેસરિઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને આઈફોનના કવર, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ બોડી, એપલ વોચના કવર, ચશ્મા અને ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આ‌વી રહ્યું છે.

ફોન કરતાં કવર મોંઘા, પોણા બે લાખથી અઢી લાખ સુધી
સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને સોનામાંથી બનતા આઈફોનના કવર પોણા બે લાખથી અઢી લાખ સુધીમાં તૈયાર થઈ રહ્યાં છે. જેમાં 1 હજાર લેબગ્રોન ડાયમંડ અને સોનાનો ઉપયોગ થાય છે. સ્ટાન્ડર્ડ વોચ, પેન અને ચશ્મામાં પણ લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ કરવામાં આવે છે.’

દક્ષિણના રાજ્યોમાં મોકલાય છે એસેસરિઝ
લેબગ્રોન ડાયમંડમાંથી સુરતમાં બનતી જ્વેલરી વિદેશમાં એક્સપોર્ટ તો કરાય છે સાથે સાથેડોમેસ્ટિક માર્કેટમાં સાઉથના રાજ્યો, મુંબઈ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે.

અમેરિકા સૌથી મોટું માર્કેટ
સુરતમાં બનતા નેચરલ હીરા અને જ્વેલરીનું માર્કેટ અમેરિકા છે. સુરતી જ્વેલર્સ દ્વારા હવે લેબગ્રોન ડાયમંડથી વિવિધ એસેસરિઝનું ઉત્પાદન કરાય છે તેમાંથી મોટા ભાગની યુએસ એક્સપોર્ટ કરવામાં આવે છે.

દેશ-વિદેશમાં સુરતની જવેલરીની ડિમાન્ડ
લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરીનું ઉત્પાદન કરતાં રજનીકાંત ચાંચડ કહે છે કે, ‘સુરતમાં બનતી લેબગ્રોન ડાયમંડની એસેસરિઝનું દેશની સાથે સાથે વિદેશમાં પણ મોટી ડિમાન્ડ છે.’

અન્ય સમાચારો પણ છે...