છેતરપિંડી:રેલ ટિકિટની બુકિંગમાં લાલચ આપી રૂ. 1.60 કરોડની છેતરપિંડી કરાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • સમીર વાેરાએ રાંદેરના હફીઝ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી

રેલવે ટિકિટના બુકિંગના કોન્ટ્રાક્ટના નામે રોકાણ કરાવી 1.60 કરોડની છેતરપિંડી કરીને ભાગી જનાર અને તેના પરિવાર વિરુદ્ધ મહિધરપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.લાલ દરવાજા, રૂધનાથપુરા રોડના કાપડ વેપારી સમીર યાકુબ વોરાની 2016માં તેમના એક મિત્રના માધ્યમથી આરોપી મોહમદ હફિઝ શેખ સાથે ઓળખાણ થઈ હતી. હફિઝે રેલવે ટિકિટ બુકિંગનું કામ કરતો હોવાનું તે સમયે સમીરને જણાવ્યું હતું, સાથે તેણે એવું પણ કહ્યું હતું કે હજીરા અને દહેજની કંપનીના કર્મચારીઓની ટિકિટ બુકિંગનો કોન્ટ્રાક્ટ મળેલો છે. હાલમાં રિલાયન્સ કંપનીમાં ટિકિટનો મોટો લોટ આપવાનો કહીને કંપનીનો એક પત્ર બતાવ્યો હતો.

તે માટે રૂપિયાની જરૂરત હોવાનું હફિઝે જણાવી સમીરને રોકાણ કરવા સમજાવ્યો હતો. એ.સી.કોચની ટિકિટ દીઠ 350 મળશે એવું જણાવ્યું હતું. સમીરે પોતે અને તેના ભાઈએ ઓળખીતા પાસેથી રૂપિયા લઈને 1.60 કરોડ હફિઝને આપ્યા હતા. તેની સામે કોઈ વળતર મળ્યું નહતું. 2017માં હફિઝે તેનો ફોન બંધ કરી દીધો હતો. તેનો પુત્ર ફરિયાદીને કહેતો કે પિતાજી ગુમ થઈ ગયા છે. તે આવશે પછી હિસાબ કરશે. સમીરે હફિઝ, તેના બંને દીકરા શાહિદ,રાશીદ, પત્ની સહાના( તમામ રહે. ખિદમતનગર,રાંદેર) અને અન્ય એક આરોપી ઇકબાલ મિસ્ત્રી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ પોલીસમાં બોગસ મિસિંગ નોંધાવી
હફિઝ તેના મિત્ર ઇકબાલની સાથે કોસંબા જઈને ત્યાં ઇકબાલના મકાનમાં રહ્યો હતો. ત્યાર બાદ તેના પરિવારજનો ત્યાં તેને મળવા જતા હતા. ત્યાર પછી તેના પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મોહમદ હફિઝે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...