વાતાવરણ:સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ,18 -19મીએ મધ્યમ વરસાદની સંભાવના

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5 દિવસ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી અઠવાડિયામાં શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં ઉદભવેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં સાઉદી અરેબિયા તરફ જઇ રહી છે. જેની અસર આગામી અઠવાડિયામાં સુરતમાં પણ દેખાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તા.19 સુધી સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ રહેશે. તા.17થી 21 દરમિયાન અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે.

તા.18થી 19 દરમિયાન મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં શહેરનું મહત્તમ તાપમાન 31.3 થી 33.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.4થી 24.3 સે. તાપમાન રહેવાની સંભાવના છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 33.6 અને લઘુુત્તમ 21.8 હતું.

અન્ય સમાચારો પણ છે...